જમ્મુકાશ્મીરના લેહમાં ૪.૩ની તીવ્રતાનો ભુકંપનો આંચકો
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે સવારે ૭.૨૯ વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે, અસરગ્રસ્ત સ્થળ લેહથી ૧૮૬ કિમી ઉત્તરે છે. જમ્મુ-કાશ્મીર પહેલા સોમવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ માપવામાં આવી હતી. મંડીની સાથે તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે ૫ કિમી ઊંડે હતુ. આ ભૂકંપ પહેલા શુક્રવારે ગુજરાતના દ્વારકા નજીક ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપનુ કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી ૫૫૬ કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર ૧૨.૩૭ વાગ્યે સપાટીથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ધરતીકંપનું કેન્દ્ર એ સ્થાન છે જેની નીચે પ્લેટોની હિલચાલ દ્વારા ભૂસ્તરશાસ્ત્રીય ઊર્જા મુક્ત થાય છે. આ જગ્યાએ ભૂકંપના વાઇબ્રેશન વધુ હોય છે. જેમ જેમ કંપનની આવર્તન દૂર થાય છે તેમ તેમ તેની અસર ઓછી થતી જાય છે.
જો કે, જો રિક્ટર સ્કેલ પર ૭ કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવે છે, તો ધ્રુજારી આસપાસના ૪૦ કિમીની ત્રિજ્યામાં તીવ્ર બને છે. પરંતુ તે તેના પર પણ આધાર રાખે છે કે ધરતીકંપની આવર્તન ઉપરની તરફ છે કે શ્રેણીમાં છે. જો કંપનની આવર્તન વધે છે તો ઓછા વિસ્તારને અસર થાય છે. પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. ઉપરાંત નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે ,જેને કારણે વિક્ષેપ થાય છે અને ભૂકંપ આવે છે.