સાબરકાંઠા- દલપુર પાસે હેક્ઝોન કંપનીમાં કેમિકલ લીક થયાની મોકડ્રીલ યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના  પ્રાંતિજના દલપુર પાસે હેક્ઝોન કંપનીમાં ઇથેલીન ઓક્સાઈડ લીકેજ થવાની ઘટના બની છે. કંપનીમાં ગેસ લીકેજમાં બે કામદારોને ગેસની અસર થવા પામી છે. કંપની દ્વારા પ્રાથમિક કામગીરી કરવામાં આવી પરંતુ વધુ લીકેજના કારણે ફાયરને જાણ કરવામાં આવી હતી.

જેને પગલે ફાયર,  એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેને પગલે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ગેસ લીકેજ બંધ કર્યો હતો અને અસરગ્રસ્ત કામદારને એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી.

સમગ્ર ગેસ લીકેજની ઘટના મોકડ્રિલ હોવાનું બહાર આવ્યું હતું. આકસ્મિક બનતી ઘટનામા કોણ કેટલા સતર્ક છે તેને લઈને મોકડ્રીલ કરવામાં આવી હતી.  જિલ્લા કલેકટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોચ્યું હતું.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news