જામનગરની ગ્રીન સીટીમાં બિલ્ડરે ૪ ઝાડ કાપી નાખતા રહીશોમાં રોષ

જામનગર શહેરમાં ગ્રીન સીટી વિસ્તારમાં શેરી નંબર ૬માં બિલ્ડરે કોમન પ્લોટની બાજુમાં આવેલા પ્લોટમાં મકાન બનાવવા માટે કોમન પ્લોટ અને શેરીમાંના વૃક્ષો આડેધડ કાપી નાખતાં રહેવાસીઓએ જામનગર નગરપાલિકાને રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરાઈ હોવાનું તેમજ બિલ્ડરે કોઈપણ પ્રકારની મંજૂરી વગર છેદન કર્યું હોવાનું રહીશો જણાવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાને વિસ્તારના રહેવાસીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, ત્યારે હાલ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉપરાંત બિલ્ડરે પોતાના અંગત સ્વાર્થ માટે વૃક્ષોનું છેદન કર્યું હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરાયા છે. ત્યારે રહેવાસીઓ દ્વારા ફોટોગ્રાફ સહિતના અનેક પુરાવાઓ નગરપાલિકાને આપવામાં આવ્યા છે તો પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાપેટનું પાણી હલતું નથી. તેમજ બિલ્ડરોને વૃક્ષો કાપવાની જાણે પરવાનગી મળી ગઈ હોય તેવી રીતે વિસ્તારમાં શેરી અને કોમન પ્લોટમાં વૃક્ષો કાપી નાખ્યા છે.જામનગર શહેરમાં ગ્રીન સીટી સોસાયટીમાં કોમન પ્લોટમાં બિલ્ડર દ્વારા ૪ મોટા વૃક્ષોનું છેદન કરવામાં આવતાં રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.

શહેરમાં ગ્રીન સીટીમાં શેરી નંબર ૬માં આવેલા કોમન પ્લોટના બાજુના બિલ્ડરે મકાન બનાવવાના ઈરાદાથી કોમન પ્લોટમાં તેમજ શેરીમાં આવેલા ૧૮ વર્ષથી વધુ જૂના ૪ વૃક્ષો કાપી નાખ્યા હતા. જેના પગલે રોષે ભરાયેલા રહીશોએ જામનગર મહાનગરપાલિકાને રજૂઆત પણ કરી હતી. તેમ છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news