વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા જીપીસીબીએ વડોદરા મનપાને નોટિસ આપી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના નવેમ્બર ૨૦૨૧ના રિપોર્ટ પ્રમાણે પુરતા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી. જે ૯ સુએઝ પ્લાન્ટ છે તેમાંથી ૭ કાયદા પ્રમાણે કામ નથી કરતા અને લેબોરેટરી સુદ્ધાનો પ્રોબલેમ છે.
વિશ્વામિત્રીના પાણીમાં ડિઝોવલ્વ ઓક્સિજન લગભગ શૂન્ય છે. મારા તમે આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ આદેશ મુજબ કોર્પોરેશન સામે પ્રતિ સુવિઝ પ્લાન્ટ દંડ થવો જોઇએ. તેમજ ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઇએ. આ મામલે જીપીસીબી દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે. આટલા વર્ષો પછી પણ સ્માર્ટ સિટીના દાવા કરતી વડોદરા પાલિકા સુએઝ ટ્રેટમેન્ટ કરવામાં નિષ્ફળ ગઇ છે.
ખુલ્લામાં શૌચ કરવાની મનાઇ છે, પરંતુ, આખા વડોદરાના શૌચ-ગટરના પાણી વિશ્વામિત્રીમાં જાય છે. સૌથી મોટો સવાલ તો એ છે કે, નદીમાં ચોમાસા સિવાય પાણી જ ના હોય તો કહેવાયું ટ્રિટેડ સુએઝ કેવી રીતે ઠાલવી શકાય?વડોદરામાં વહેતી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા સુએઝનાં ગંદા પાણીથી પ્રદૂષણ ફેલાતું હોવા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે. તેમજ આ અંગે તાત્કાલિક પગલા ભરવા કહેવામાં આવ્યું છે.