ડભોઈની સુહાની ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ ફાટી નીકળી
વડોદરા શહેરના ડભોઇ રોડ એમ. એમ. વોરા શોરૂમની સામે વુડન મોલ્ડીંગ, આર્ટિકલ, તેમજ સી.એન્.સી. ક્રેવીગ એન્ડ કટીંગનું કામ કરતી કંપની આવેલી છે. આ કંપનીના સંચાલક પ્રિતેશભાઇ કાટવાલા અને રાજ કાટવાલા છે. આ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના લાશ્કરો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લીધી હતી.
જોકે આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા કંપની સ્થિત કેટલો ફર્નિચરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે મનાય છે.
આસપાસના લોકો તેમજ નોકરી ધંધાર્થે નીકળેલા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.વડોદરા શહેરના ડભોઇ રોડ પર ફર્નિચરનું કામ કરતી સુહાની ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોકે, આગ વધુ પ્રસરે તે પહેલા ફાયરબ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી જઈને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગી હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.