સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રગટ થયો ચોંકાવનારો રિપોર્ટ દર વરસે અમેરિકા ૧૦ લાખ ટન પ્લાસ્ટિક દરિયામાં ઠાલવે છે

એકલું અમેરિકા દર વરસે દરિયામાં ૧૦ લાખ ટન પ્લાસ્ટિક ઠાલવે છે. (સાદી સરળ ભાષામાં એક ટન એટલે એક હજાર કિલોગ્રામ.) અમેરિકામાં વરસે ૪.૬૩ કરોડ ટનથી વધુ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દરેક અમેરિકન નાગરિક વરસે પ્લાસ્ટિકની ૧૩૦૦ થેલીઓ દરિયામાં પધરાવે છે.

દુનિયામાં સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો અમેરિકામાં પેદા થાય છે. આ કચરાના લગભગ ૨.૭ ટકાથી ૫.૩ ટકા કચરાનો વ્યવસ્થિત નિકાલ થતો નથી. સાયન્સ એડવાન્સ જર્નલ નામના સામયિકમાં પ્રગટ થયેલા એક રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા હતા.
આમ છતાં પર્યાવરણની બાબતમાં અમેરિકા ભારત સહિત દુનિયાના બીજા દેશોને દોષિત ઠરાવતું રહ્યું હતું. સાયન્સ એડવાન્સ મેગેઝિને અમેરિકાને આડકતરી ચેતવણી આપી હતી કે તમારા પોતાના હિતમાં પ્લાસ્ટિકનો કચરો દરિયામાં નાખવાનું બંધ કરો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news