પાટણના વોર્ડ નં. ૧૧માં દુષિત પાણી આવતાં રહીશો પરેશાન
પાટણ શહેરના વોર્ડ નં.૧૧માં આવેલા બાદીપર, ભદ્રાડા ભેમોસણ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી પીવાનું પાણી ગંદું આવતુ હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય સાથે આજે પણ ચેડા થઈ રહ્યા છે. જેની રજૂઆત સ્થાનિક રહીશોએ દ્વારા વોડ નંબર ૧૧ના કોર્પોરેટ જયેશભાઈ પટેલ અજય પરમાર સહિત વોટર વર્કસ અને ભૂગભ ગટરના એન્જિનિયરને લેખિત અને વીડિયોગ્રાફી દ્વારા કરવામાં આવી હોવા છતાં આજે પણ પરિણામ શૂન્ય જોવા મળતાં સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પાલિકા દ્વારા તેવોનો અવાજ ના સાંભળતા સ્થાનિક રહીશોએ પોતાના પ્રશ્નોનું નિવારણ લાવવા અપીલ કરી હતી.
જોકે, આજે પણ વોર્ડ નં. ૧૧નો બાદીપુર, ભદ્રાડા ભેમોસણ વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત જોવા મળતાં સ્થાનિક રહીશો દ્વારા પાયાની સુવિધા સમાન શુદ્ધ પાણી આપવા પાલિકાના સત્તાધીશો સમક્ષ માંગ કરી રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે બાદીપુર, ભદ્રાડા ભેમોસણ વિસ્તારમાં આવતાં દુષિત પાણીનો કાયમી ઉકેલ લાવી તેઓના આરોગ્ય સામે થઈ રહેલા ચેડાનો કાયમી નિકાલ લાવવા સ્થાનિક રહીશોએ માંગ કરી હતી.
આ અંગે સ્થાનિક રહીશ હરગોવાન ભાઈ પરમારે જણાવ્યું હતું કે, બાદીપુર, ભદ્રડા ભેમોસણ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી દૂષિત પાણી આવે છે. સત્વરે આ દૂષિત પાણીનો નિકાલ થાય તેવી અમારી માંગ છે. ભૂગર્ભ ગટરના ચેરમેન જયેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, ભૂતિયા કનેક્શન છે. જેના કારણે કુંડી ભરાઈ ગઈ છે. જેથી પાણી દૂષિત આવે છે. જીયુડીસીને જાણ કરી છે. ટુંક સમયમાં આ સમસ્યાનો અંત આવશે.