જૂનાગઢની એસઆરએલ લેબમાં અચાનક આગ લાગતા પાસે આવેલી કનેરિયા હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર કઢાયા

જૂનાગઢમાં આવેલા દ્વારકાધીશ માર્કેટમાં આવેલી એસઆરએલ લેબમાં વહેલી સવારે અચાનક આગ લાગતા અંધાધૂંધી સર્જાઈ હતી. જે લેબોરેટરીમાં આગ લાગી હતી તેની નજીક હોસ્પિટલ આવેલી હોવાથી અફરાતફરી જાેવા મળી હતી. આગ લાગતા નજીકમાં આવેલી કનેરિયા હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.જૂનાગઢમાં લેબોરેટરીમાં વહેલી સવારે લાગી આગ, દ્વારકાધીશ માર્કેટમાં આવેલી એસઆરએલ લેબમાં આગ લાગતા કનેરિયા હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બહાર કઢાયા. જૂનાગઢના દ્વારકાધીશ માર્કેટમાં આવેલી એસઆરએલ લેબોરેટરીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આ લેબની બાજીમાં કનેરિયા હોસ્પિટલ આવેલી હોવાથી ભયનો માહોલ જાેવા મળ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૦ જેટલા દર્દીઓને તત્કાત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા ફાયરની ટીમ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. લેબોરેટરીમાં આગ લાગ્યા બાદ તેનો ધૂમાડો નજીકમાં આવેલી હોસ્પિટલ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ તત્કાલ ત્યાં સારવાર લઈ રહેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ, હોમગાર્ડ જવાન અને ૧૦૮ની ટીમે આ દર્દીઓને સલામત બહાર કાઢી લીધા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news