હિંમતનગરના તખતગઢ ગામે ઘેર ઘેર પીવાના પાણીના મીટર લગાવ્યા

તખતગઢ ગુજરાતનું પ્રથમ મોડલ વાસ્મો અંતર્ગત ૨૪ટ૭ ઘેર ઘેર પીવાનું પાણી મીટર દ્વારા આપતું પ્રથમ સ્માર્ટ વિલેજ બન્યું છે. ગામનો કૃષિ વિકાસ પણ ઉડીને આંખે વળગે તેવો છે. પ્રગતિશીલ ખેડૂતોની આવડત અને કૌશલ્યથી એક સમયે તખતગઢને કપાસના ગઢ તરીકે ઓળખવામાં આવતું હતું. ખેતી પદ્ધતિથી આજુબાજુના ગામના ખેડૂતોએ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એમણે પણ કબૂલ્યું છે કે તમારા વડીલો અમારા કૃષિ ગુરુ છે. કૃષિ વિકાસ માટે પાણીના સંગ્રહ માટે ચેક ડેમો તળાવ ગામલોકોની લોકભાગીદારીથી ગામને સમર્પિત કરાઈ છે. ગામના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરતો કપાસનો પાક જોવા માટે વિદેશી ખેડૂતો જેવાકે સુદાન દેશના ખેડૂતો એક ખાસ મુલાકાત લીધેલી રાષ્ટ્રીય કક્ષાએથી ભારતના પૂર્વોત્તર રાજ્યો આસામ, મણિપુર તથા મેઘાલય રાજ્યના જાગૃત ખેડૂતો પણ તખતગઢની મુલાકાત લીધેલ છે. પાણીના કરકસરયુક્ત ઉપયોગ ના હેતુથી પાણીના મીટર લગાવ્યા છે.

પ્રતિ હજાર લિટર પાણીનો ૧ રૂ. લેવાય છે. અગાઉ પાણીની ટાંકી ભરવા મોટર ૨૩ કલાક ચાલતી હવે ૯ થી ૧૦ કલાકમાં ટાંકી ભરાઇ જાય છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા જલસમૃધ્ધ ભારતના દ્રષ્ટિકોણને સાર્થક કરવા જે કોઇપણ સંસ્થા, વ્યક્તિ સંગઠન, જિલ્લો, રાજ્ય દ્વારા પ્રયાસ થયા હોય તેને રાષ્ટ્રીય જલપુરસ્કાર આપવાની ત્રણ વર્ષથી શરૂ કરાયેલ પરંપરા અંતર્ગત ગત ૭ જાન્યુઆરીએ કેન્દ્રિય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના જલસંચય અને કરકસરયુક્ત ઉપયોગને ધ્યાને લઇ દેશના વેસ્ટઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પ્રથમ સ્થાને પસંદગી કરતા તખતગઢ ગામે જિલ્લાનુ પણ ગૌરવ વધાર્યું છે.

પીવાના પાણી માટે વોટર વર્કસ (ટાંકી) ૧૦૦% લોકભાગીદારીનું ઉદાહરણ ઇ.સ. ૧૯૬૫માં શ્રીમતી ગોમતીબેન શામજીભાઈ ધોળુએ પૂરુ પાડયું હતું. બે હવાડા, ઘર ઘર નલ – હર ઘર જલનું સૂત્ર તે સમયે સાકાર કરાયેલું. વિકાસકામોમાં મેળવેલ સિદ્ધિઓ બદલ ગામને અનેક એવોર્ડથી નવાજવામાં આવેલ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news