મહેસાણા જિલ્લામાં કચરાના નિકાલ માટે ટેન્ડરની મંજૂરી મંગાઈ

ડમ્પિંગ સાઇટ પર દરરોજ એવરેજ ૮૦ ટન મુજબ અંદાજે ૨.૪૦ લાખ ટન ઘન કચરો એકઠો થયો છે. જેના નિકાલ પાછળ એક ટનના અંદાજે ૪૦૦ રૂ મુજબ અંદાજે ૯ કરોડથી વધુનો ખર્ચ થાય તેમ હોવાથી કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગ્રાન્ટ મેળવવા પ્રોજેકટ અમૃત મશીન પર મોકલી આપવામાં આવ્યો છે.

મહેસાણા શહેરના સોભાસણ રોડ ઉપર ડમ્પિંગ સાઇટ ખાતે છેલ્લા એક વર્ષમાં અંદાજે ૨.૪૦ લાખ ટન ઘનકચરો જમા થઈ ગયો છે. તેના નિકાલ માટે મહેસાણા નગરપાલિકાએ કામગીરી આદરી છે અને તેના ભાગરૂપે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પ્રથમ ફેઝમાં ૨૫૦૦૦ ટન કચરાના નિકાલ માટે રૂપિયા એક કરોડનો ખર્ચ કરવા પ્રાદેશિક કમિશનર કચેરીની મંજૂરી મંગાઇ છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news