બાળકોના વેક્સિનેશનમાં માત્ર કોવેક્સિનનો જ વિકલ્પ મળશે
ભારત બાયોટેકે આ વર્ષે જૂન-જુલાઈમાં ૨થી ૧૮ વર્ષની વયના બાળકો પર કોવેક્સિનનું ટ્રાયલ હાથ ધર્યું હતું. આ રસી ટ્રાયલમાં અસરકારક સાબિત થઈ છે. સામાન્ય આડઅસર જેમ કે તાવ, શરીરમાં દુખાવો, અને ઈન્જેક્શન આપ્યુ હોય તે ભાગ પર સોજો રસી આપ્યા પછી થઈ શકે છે. રસી ઉપરાંત, સરકારે જ Cadila ના Zycov-Dને પણ મંજૂરી આપી છે. Zycov -D ૧૨ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. જો કે, Zycov -D હજુ સુધી દેશમાં શરૂ થઇ નથી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ ડિસેમ્બરે દેશને સંબોધિત કરતી વખતે ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૧૫થી ૧૮ વર્ષની વયના લોકોની સંખ્યા ૭થી ૮ કરોડની વચ્ચે છે. તેમને હવે ભારત બાયોટેકના કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે. ૧૨થી ૧૮ વર્ષની વયના બાળકો પર ઇમર્જન્સી ઉપયોગ માટે સરકાર દ્વારા કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.ભારતે કોરોના સામેની લડાઈમાં એક ડગલુ આગળ વધાર્યું છે.
દેશમાં ૩ જાન્યુઆરીથી ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. પુખ્ત વયના લોકોની જેમ, બાળકોએ પણ રસી માટે નોંધણી કરાવવી પડશે. બાળકોની નોંધણી પણ CoWIN પ્લેટફોર્મ પર કરવામાં આવશે. નેશનલ હેલ્થ ઓથોરિટીના CEO ડૉ. આર.એસ. શર્માએ જણાવ્યું કે ૧ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો રસી માટે નોંધણી કરાવી શકશે. ડો. શર્માએ જણાવ્યું કે ૧ જાન્યુઆરીથી બાળકો પ્રથમ ડોઝ માટે નોંધણી કરાવી શકે છે.
હવે બાળકોને ત્યાં માત્ર કોવેક્સિનનો વિકલ્પ જોવા મળશે. તેમણે જણાવ્યું કે સ્ટુડન્ટ આઈડી કાર્ડથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ ઉપરાંત માતા-પિતાના ફોન નંબર પરથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એક જ પરિવારના ૪ લોકો એક નંબર પર નોંધણી કરાવી શકે છે. તેમણે કહ્યું કે બાળકો તેમના નજીકના કેન્દ્રની મુલાકાત લઈને સ્થળ પર નોંધણી પણ કરાવી શકે છે.ડૉ. આર.એસ. શર્માએ જણાવ્યું કે ૧૫થી ૧૮ વર્ષના બાળકોના રસીકરણની નોંધણી ૧ જાન્યુઆરીથી CoWIN પર શરૂ થશે. નોંધણી માટે ૧૦મા ધોરણની માર્કશીટ પણ અરજી કરી શકાય છે. તેમણે કહ્યું કે ઘણા બાળકો પાસે આધાર અથવા અન્ય આઈડી કાર્ડ નથી, તેથી ૧૦મા ધોરણની માર્કશીટનો વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે.