સિગ્નેચર બ્રિજના ચોથા ટાવરમાં આગ લાગી : કોઈ જાનહાનિ નહીં

ઓખાથી બેટ દ્વારકા વચ્ચે આશરે રૂપિયા એક હજાર કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવા માટેના અતિ મહત્વના એવા પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું હાલમાં પુરજોશમાં કાર્ય ચાલી રહ્યું છે જે વર્ષ ૨૦૨૩માં સંપન્ન થવાની સંભાવના છે. આ સ્થળે ગઈકાલે રવિવારે સાંજે ચાર નંબરના ટાવર પરના ઉપરના ભાગે વેલ્ડીંગકામ દરમિયાન આગનો છાંટો ઉડતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આગના કારણે જાનમાલની નુકસાની થવા અંગેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ આગનો બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

નોંધનીય છે કે બેટ-દ્વારકામાં વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ મંદિર સહિતના અનેક ધર્મ સ્થળો આવેલા છે. અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ તથા મુસાફરોની ભીડ રહે છે, ત્યારે આ સિગ્નેચર બ્રિજ અનેક મુસાફરો તેમજ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશેદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે ઓખા-બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ હાથ ધરાયુ છે. જેમાં ગઈકાલે રવિવારે સાંજે આગ લાગી હતી. જેમાં ટાવર પર વેલ્ડિંગ કામ દરમિયાન તણખાં ઝરતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. જો કે આ આગમાં સદભાગ્યે કોઇ જાનહાનિ થવા નહોતી પામી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news