છત્તીસગઢ ગાયના ગોબરથી બનેલી વીજળીથી રોશન થશે
વૈજ્ઞાનિકો મુજબ ગાયના ગોબરથી ઉત્પન્ન થનારી વીજળી પ્રતિ યુનિટ ૨.૫૦ રૂપિયાથી લઈને ૩ રૂપિયા સુધી થાય છે. ગૌશાળાની આસપાસમાં ગાયના ગોબરથી વીજળીનું ઉત્પાદન કરવા સિવાય જૈવિક ખાતર બનાવવામાં આવશે. આ ગૌશાળા સમિતિઓ અને મહિલાઓ સહાયતા ગ્રુપનો ફાયદો બેગણો થઈ જશે. સુરાજી ગામ યોજના હેઠળ છત્તીસગઢ રાજ્યના લગભગ ૬૦૦૦ ગામડાઓમાં ગૌશાળાનું નિર્માણ કરાવીને તેમને રૂરલ ઇન્ડસ્ટ્રિયલ પાર્કના રૂપમાં વિકસિત કરવામાં આવ્યા છે. અહીં ગૌધન ન્યાય યોજના હેઠળ ૨ રૂપિયા કિલો ગોબરની ખરીદી કરીને મોટા પ્રમાણ પર જૈવિક ખાતરનું ઉત્પાદન અને આવક લક્ષી ગતિવિધિઓ ગ્રૂપની મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છેછત્તીસગઢમાં ગાયના ગોબરથી વીજળી બનાવવાની પરિયોજનાનો શુભારંભ થઈ ગયો છે.
૨ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેશ ભઘેલે ગાંધી જયંતીના અવસર પર વીજળી ઉત્પાદન પરિયોજનાનો શુભારંભ કર્યો હતો. ૨ રૂપિયા પ્રતિ કિલો ગાયનું ગોબર ખરીદ્યા બાદ હવે રાજ્યમાં તેનાથી વીજળી બનાવવામાં આવી રહી છે. છત્તીસગઢમાં બેમેતરા જિલ્લા મુખ્યાલયમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ ભઘેલે કહ્યું કે રાજ્યમાં હરિત ઉર્જાના ઉત્પાદનમાં ગ્રામીણ, મહિલાઓ અને યુવાઓની ભાગીદારી હશે. મુખ્યમંત્રી ભૂપેશ ભઘેલે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગથી દુનિયા ખૂબ જ ચિંતામાં છે. દરેક જગ્યાએ હરિત ઉર્જાની વાત થઈ રહી છે એટલે સરકારે ગોબરથી વીજળી બનાવવાનો ર્નિણય લીધો છે. તેમણે જણાવ્યું છે કે છત્તીસગઢના દરેક ગામમાં ગોબરથી વીજળી ઉત્પન્ન કરવા માટે પશુઓ રાખનારી જગ્યાઓ પર એક યુનિટ લગાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગૌધન ન્યાય યોજના હેઠળ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલા ગોબરથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. તેનાથી ન માત્ર પર્યાવરણને ફાયદો થશે પરંતુ ગોબર ખરીદીનું કાર્ય કરી રહેલી સ્વયં સહાયતા ગ્રૂપની મહિલાઓને પણ ફાયદો થશે.
એક પ્રેસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પરિયોજનાના પહેલા ચરણમાં બેમેતરા જિલ્લામાં રાખી, દુર્ગના સિકોલા અને રાયપુર જિલ્લાના બનચારોદામાં ગાયના ગોબરથી વીજળી ઉત્પાદનથી એકાઈઓ સ્થાપિત કરવામાં આવી છે. ગાયના ગોબરથી વીજળી ઉત્પન્ન કરવા માટે ગૌશાળામાં બાયો ગેસ પ્લાન્ટ, સ્ક્રબર અને જેનસેટ લગાવવામાં આવ્યા છે. બાયોગેસમાં ટેન્કમાં ગાયનું ગોબર અને પાણી નાખીને ઉત્પાદન કરવામાં આવશે જેથી ૫૦ ટકા માત્રામાં મિથેન ગેસ ઉપલબ્ધ થશે. તેનાથી જેનસેટ ચલાવવાથી વીજળી ઉત્પન્ન થશે..