ગાંધીનગરના દહેગામ તાલુકામાં રસ્તા પર ખાડા તેમજ પાણી ભરાઈ ગયા હતા.
ગાંધીનગરના દહેગામ તાલુકાની નગરપાલિકા દ્વારા ૩ મહિના પહેલા શહેરમાં ભૂગર્ભ ગટર માટેની પાઈપો નાખવામાં આવી હતી જે પાઈપો નાખ્યા બાદ પણ હુજ સુધી તે ખાડા સરખા કરવામાં આવ્યા નથી. જેના કારણે હાલમાં ચાલી રહેલા અતિભારે વરસાદને કારણે આ રસ્તા પર ખાડા તેમજ પાણી ભરાઈ ગયા હતા. જેનાથી દહેગામ શહેરની પ્રજા પરેશાન થઈ રહી છે.