ગાંધીનગર મનપામાં સામિલ નવા ગામોમાં હવે નવા રસ્તાઓ બનશે

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી કોરોનાના કારણે સમયસર નહીં યોજાતા ન્યુ ગાંધીનગરના વસાહતીઓએ રસ્તાઓને લઇને વધુ હાલાકી વેઠવાની આવી છે. પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ રસ્તાના નવીનીકરણના કામ કરવા માટે ગુડાનું તંત્ર હરકતમાં આવી જવાનું છે. હાલમાં ન્યુ ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇનની કામગીરીના કારણે રસ્તાની હાલત હતા ન હતા જેવી અને ઘણા સ્થળોએ તો રસ્તા બન્યા જ ન હોય તેવી થઇ ગઇ છે. પરિણામે રસ્તાની સુવિધાના બદલે દુવિધાથી રહેવાસીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

અધિકારી સુત્રોએ એમ કહ્યું કે સ્ટોર્મ વોટર લાઇનના ખાડ પુરવાનું કામ તો શરૃ કરવામાં આવ્યું જ પરંતુ દિવાળી પહેલા લોકોને રસ્તાની સમસ્યાથી છુટકારો મળી જાય તે પ્રકારે આયોજન કરાશે.મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ન્યુ ગાંધીનગર સહિત ગુડા વિસ્તારમાંથી પસાર થનારને તે રાજ્યના પાટનગરના બદલે ગામડામાં પ્રવેશી ગયા હોય તેવો અનુભવ થયા વગર રહેતો નથી, સમગ્ર વિસ્તારમાં રસ્તા તૂટીને મગરની પીઠ જેવા બની ગયા છે. પરંતુ હવે મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અહીં પાટનગરને છાજે તેવા રસ્તા બનાવવા માટે ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા આયોજન શરૃ કરી દેવામાં આવ્યું છે.

સુત્રોના જણાવવા પ્રમાણે કોબા, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કુડાસણ, કોલવડા, વાવોલ, પેથાપુર અને ચિલોડા વિસ્તારમાં રસ્તાના નવીનીકરણ કરવા માટે તાંત્રિક તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે અને આગામી મહિનાના પ્રથમ અઠવાડિયા બાદ તેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૃ કરીદેવામાં આવશે. ગુડા તંત્રની ઇજનેરી શાખા દ્વારા રસ્તાના નવીનીકરણ માટે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેના પાછળ રૃપિયા ૩૦ કરોડ ઉપરાંતનો ખર્ચ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સમગ્ર યોજના તૈયાર કરીને રાજ્યના શહેરી વિકાસ વિભાગને મંજુરી માટે મોકલી આપવામાં આવશે અને મહાપાલિકાની ચૂંટણી બાદ મંજુરી મળતની સાથે જ કામ હાથ રવા માટે તંત્ર તૈયાર રહેવાનું છે અને અંદાજે ૩૫થી ૪૦ કિલોમીટર લંબાઇમાં રસ્તાના નવીનીકરણનું કામ કરવામાં આવશે..

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news