ટપ્પર ડેમમાં એક માસમાં નર્મદાનું એક હજાર એમસીએફટી પાણી ઠલવાશે
કચ્છમાં વરસાદ ખેંચાઇ જતા મોટા ભાગના જળાશયો ખાલી છે. તેવામા પીવાના પાણી ની ખપતને પહોંચી વળવા ટપ્પર ડેમમાં ચાલુ મહિનાના આરંભથી નર્મદાનુ પાણી ઠલવાઇ રહ્યુ છે. 1 માસમા 1000 ક્યુબીક ફિટ પાણી આ ડેમમાં ઠાલવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામા આવી રહ્યુ છે. પૂર્વ કચ્છને પીવાનુ પાણી પૂરુ પાડતા ટપ્પર ડેમની જળ સંગ્રહતા 1725 મિલિયન ક્યુબિક ફિટની છે.
ડેમની સપાટી 540 સેલિશિયલ એફ ટી જેટલી હોતા આગળ જતા પે જળ નુ પ્રશ્ન ઉભો ન થાય તે હેતુ થી નર્મદા જળનુ પાણી ભરવાનું આયોજન કરાયુ હતુ. જેના ભાગરૂપે પહેલી સપ્ટેમ્બરથી પાણી ઠલવાય છે આ અંગે વધુ વિગતો આપતા નર્મદા નિગમના નિવૃત અધિકારી એ જણાવ્યુ હતુ કે ચાલુ મહિનો પૂરો થતા ડેમમાં 1000 એમસીએફટી જેટલુ નર્મદાનુ પાણી ઠલવાશે જેને લઇને એકાદ વર્ષ પાણીની સમસ્યા નહી સર્જાય.