સુરતના નજીકમાં બે ટેન્કર માલિકની ધરપકડ

સુરત પોલીસે વરિયાવ ગામ નજીક બે ટેન્કર માલિકોની ધરપકડ કરી હતી. GJ06 AT 0007 અને બીજા નંબર GJ-08 Z-7422 વાળા બે ટેન્કર જપ્ત કરવામાં આવ્યા છે. હાનિકારક કેમિકલ અને દુર્ગંધયુક્ત કેમિકલ મળી આવતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ફરિયાદ મળ્યા બાદ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

જેના આધારે બે ટેન્કર માલિકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંનેએ કબૂલાત કરી હતી કે કેમિકલ ક્યાંથી આવ્યું તે અંગે તેઓ અજાણ હતા. વધુ રસપ્રદ બાબત એ હતી કે તેઓ ડ્રાઈવરોનું પૂરું નામ અને સરનામું પણ જાણતા નથી.

 

પોલીસે બે માલિકોને 2 દિવસના રિમાન્ડ પર લીધા હતા અને કોર્ટમાં રજૂ કર્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news