સુઇગામ વાવ ભાભર તાલુકાની ૫ બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખુશીનો માહોલ સર્જાયો ખેડૂતોમાં
છેલ્લા એક માસથી ચોમાસુ વરસાદ ન થતાં ખેતરોમાં વાવેતર કરેલ ખેતીપાકો મુરજાવા લાગતાં ખેડૂતોનું ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિના પગલે ખેતીપાકો બચાવવા માટે માત્ર કેનાલો જ એક માત્ર વિકલ્પ હોઈ ખેડૂતોની રજુઆતને પગલે નર્મદા ની કેનાલોમાં સત્વરે પાણી છોડવામાં આવે તેવી ધારા સભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી લેખિત રજુઆત કરી હતી.જે રજુઆ ત ને ધ્યાને લઇ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા રાખી મુખ્ય મંત્રીએ કેનાલોમાં પાણી છોડવા માટે નર્મદાના અધિકારી ઓ ને આદેશ કરતા રવિવારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની હાજરીમાં સુઇગામ વાવ ભાભર તાલુકાની ૫ બ્રાન્ચ કેના લોમાં પાણી છોડવામાં આવ્યું હતું.જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ધારાસભ્ય ગેનીબેન ઠાકો રે તેમની રજૂઆતો ને પગલે જાહેરહિતમાં કેનાલોમાં પાણી છોડતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારનો આભાર માન્યો હતો.