રાજ્યમાં અત્યાર સુધી ૩૩ ટકા વરસાદ વરસ્યોઃ વલસાડમાં સૌથી વધુ ૩૩.૭૦ ટકા

રાજ્યમા સાવર્ત્રિક વરસાદને પગલે અનેક જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે જો કે હજુ રાજ્યમાં મોસમનો૩૩ ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા ૧૦ દિવસમાં ૧૨ ટકાથી વધુ નોંધાયો છે. જો કે સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં ૩૩.૭૦ ટકા વરસાદ નોંધાયો છે.

જ્યારે કચ્છમાં સૌથી ઓછો ૫.૨૭ ટકા વરસાદ નોંધાયો છે મહત્વનું છે કે ગઈ કાલે એક દિવસમાં રાજ્યમાં ૧૯૫ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ આણંદના પેટલાદમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ગયા વર્ષે ૨૬ જુલાઈ સુધીમાં ૧૩ ઈંચ સાથે સિઝનો સરેરાશ ૩૬.૬૬ ટકા વરસાદ નોંધાયો હતો. જો કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે વરસાદનું પ્રમાણ સામાન્ય જણાઈ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી દક્ષિમ ગુજરાતમાં ૨૦.૨૩ ઈંચ સાથે સિઝનનો સૌથી વધુ ૩૫.૧૯ ટકા, કચ્છમાં ૫.૨૭ ઈંચ સાથે ૩૦.૨૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭.૯૫ ઈંચ સાથે મોસમનો ૨૮.૧૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૦.૫૬ ઈંચ સાથે સિઝનનો ૩૦.૦૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૮.૭૭ ઈંચ સાથે સિઝનનો ૩૧.૮૯ ટકા વરસાદ નોંધાયો છે.

જો વાત કરવામાં આવે તો આવખે ગુજરાતમાં સિઝનનો માત્ર ૩૩ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે  વલસાડમાં સૌથી વધુ ૩૩.૭ ઇંચ તો કચ્છમાં સૌથી ઓછો ૫.૨૭ ઇંચ વરસાદ જ્યારે રાજ્યના ૨૫ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ, ૮૮ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ, ૯૬ તાલુકામાં ૫ થી ૧૦ ઈંચ અને ૩૯ તાલુકામાં ૨ થી ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૭.૩૬ ઈંચ સાથે સિઝનનો ૨૮.૦૮ ટકા વરસાદ પડ્યો છે. શહેરમાં ગયા વર્ષમાં આ મહિનાની સરખામણીએ ૧૦.૨૭ ઈંચ સાથે સિઝનનો ૩૭.૨૭ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news