મેઘાલય, લેહ-લદ્દાખ અને રાજસ્થાનમાં ભૂકંપના આંચકા જો
બુધવારે દેશમાં ૩ જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૌથી પહેલા મેઘાલય ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તેના થોડા કલાકો બાદ લેહ લદ્દાખ અને પછી થોડા સમય બાદ રાજસ્થાનના બિકાનેર ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સૌથી પહેલા મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ જેટલી નોંધાઈ હતી. રાતે આશરે ૨:૧૦ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. સદનસીબે ભૂકંપના કારણે જાન-માલ અને અન્ય કોઈ પણ પ્રકારનું નુકસાન નથી નોંધાયું.
લેહ લદ્દાખ ખાતે બુધવારે સવારે ૪:૫૭ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૬ નોંધવામાં આવી હતી.
ત્યાર બાદ બુધવારે સવારે ૫ઃ૨૪ કલાકે રાજસ્થાનના બિકાનેર ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૩ જેટલી નોંધાઈ હતી. જોકે જાન-માલને લગતા નુકસાનની કોઈ ઘટના નથી નોંધાઈ જે સારી વાત છે.