ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની સંભાવના, આઇએમડીએ જાહેર કર્યુ એલર્ટ
કોરોના સંકટ વચ્ચે હવામાનના ચડાવ-ઉતાર ચાલુ છે. ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદે લોકોનુ જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. આઈએમડીએ કહ્યુ છે કે દેશમાં એક ચક્રવાતી સંચલન સક્રિય છે જેના કારણે દેશમા ઘણા ભાગોમાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. વિભાગે આજથી લઈને ૧૪ મે સુધી ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગે કહ્યુ કે દિલ્લી-એનસીઆરમાં આજથી લઈને ૧૩ મે સુધી દેશની રાજધાની એટલે કે દિલ્લીમાં વરસાદ થઈ શકે છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે. માત્ર દિલ્લી જ નહિ દિલ્લી પાસેના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અહીં એલર્ટ જાહેર કર્યુ છે. યુપી, એમપી, પંજાબ, હરિયાણામાં પણ વાદળો વરસશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડો પર હવામાન બગડી શકે છે. ઉત્તરાખંડના ૮ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. વળી, હિમાચલમાં કરાવૃષ્ટિ અને હિમવર્ષાની સંભાવના છે અને કાશ્મીરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગે કહ્યુ કે વરસાદ દરમિયાન ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ૧૪ મે સુધી રહેશે. બેંગલુરુમાં કાલે વરસાદ થયો જેનાથી તાપમાન ઘટ્યુ. એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વરસાદ થવાના અણસાર છે.
અમુક રાજ્યોમાં જ્યાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે ત્યાં રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ આવી શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યા અનુસાર આજે અને કાલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. વળી, ગંગાનગર, સુરતગઢ, હનુમાનગઢ અને અનૂપગઢમાં હળવા વરસાદના પણ અણસાર છે.