લૉકડાઉનમાં મુંબઈમાં રોજનો ૫૦૦ મેટ્રિક ટન કચરો ઘટ્યો
લૉકડાઉનને પગલે મુંબઈમાં કોરોના જ નિયંત્રણમાં નથી આવ્યો પણ મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા કચરાના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે. મુંબઈમાંથી પ્રતિદિન ૬ હજાર મેટ્રિક ટન કચરો નીકળતો હતો તેમાં ઘટાડો થઈને તેનું પ્રમાણ હવે ૫,૩૦૦ મેટ્રિક ટન સુધી આવી ગયું હોવાનું પાલિકાના ઘનકચરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં એક સમયે પ્રતિદિન ૯,૦૦૦ મેટ્રિક ટનની આસપાસ કચરો નીકળતો હતો. કચરાનું પ્રમાણ ઘટાડવા માટે પાલિકાએ અનેક ઉપાયો અમલમાં મૂકવાની સાથે જ જનજાગૃતિ કરી રહી હતી. એ સાથે જ હાલ મુંબઈમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તેમાં રહેલા પ્રતિબંધોને કારણે
મુંબઈ મનપાએ ૨૦૧૭ની બે ઑક્ટોબરથી હાઉસિંગ સોસાયટીઓને તેમની ત્યાં નીકળતા કચરાનો નિકાલ જાતે કરવાનું ફરજિયાત કર્યું હતું, જેમાં ૨૦ હજાર ચોરસ મીટર કરતા વધુ ક્ષેત્રફળ ધરાવતી હાઉસિંગ સોસાયટીની સાથે જ રોજનો ૧૦૦ કિલો કરતા વધુ કચરો નીકળતો હોય એવી બિલ્ડિંગ- ઍસ્ટાબ્લિશમેન્ટોને ભીના કચરાનો નિકાલ જાતે કરવાનું ફરજિયાત કર્યું હતું.
કચરાનો નિકાલ તેઓ કરે તે માટે કચરાનું વર્ગીકરણ, ભીના કચરામાંથી ખાતર બનાવવું, સૂકા કચરાનો નિકાલ વગેરે યોજનાઓ અમલમાં મૂકનારી સોસાયટીઓ અને ઍસ્ટાબ્લિશમેન્ટને કરમાં રાહત આપવામાં આવી રહી છે. જેમાં કચરામાંથી ખાતર બનાવનારી અને સૂકા કચરાનું વર્ગી્રકરણ કરવા માટે પ્રોપર્ટી ટૅકસના જનરલ ટૅક્સમાં ૧૦ ટકાની છૂટ આપવાનો ર્નિણય પણ લેવામાં આવ્યો છે.