આદર પૂનાવાલાની કંપની સીરમને બેંક ઓફ બરોડાની ૫૦૦ કરોડની લોન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી હતે એકે, કોરોનાનો સામનો કરવા માટે જરૂરી હેલ્થકેયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે બેંક ૫૦ હજાર કરોડ રૂપિયાની લોન આપશે. આ જાહેરાત થયાને હજી બે જ દિવસ થયા છે ત્યાં કોરોનાની વેક્સીન બનાવતી ભારતની સીરમ કંપનીને તેનો ફાયદો મળવાનો શરૂ પણ થઈ ગયો છે.
કોવિશીલ્ડ નામની વેક્સીન બનાવનારી આદર પૂનાવાલાની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઈન્ડિયાને બેંક ઓફ બરોડાએ ૫૦૦ કરોડ રૂપિયાની લોન આપવાનો ર્નિણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં મંજુરી આપવામાં આવેલી ત્રણ વેક્સીનમાં કોવિશીલ્ડ સૌથી પ્રમુખ છે અને મોટા ભાગના લોકોને આ જ વેક્સીન આપવામાં આવી રહી છે. પરંતુ આ વેક્સીનના ડૉઝની અછતથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંક ઓફ બરોડાએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ માટે આજે ૫૦૦ કરોડ રૂપિયાની લોક મંજુર કરી છે. આ ઉપરાંત હવે ભારતીય સ્ટેટ બેંકે કોરોનાની રસી બનાવતી ભારતની ખાનગી કંપની ભારત બાયોટેક માટે લોન મંજુર કરી છે. જાેકે આ લોનની રકમ શું છે તેને લઈને હજી સુધી કોઈ ખુલાસો થયો નથી.