છતીસગઢના રાયપુરની હોસ્પિટલમાં આગ : પાંચ કોરોના દર્દીઓના થયા બળીને ભડથું

છત્તીસગઢના રાયપુરના પચપેડી નાકા પાસે આવેલી રાજધાની હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી હતી અને ક્યાં અંદાજિત ૫૦ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. ત્યારે જ આઈસીયુમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી.

દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે, જે દર્દીઓનું આગમાં મૃત્યુ થયું છે તેમાં એક દર્દી આગ લાગવાથી અને બીજાે દર્દીઓનું ઓક્સિજન સપ્લાય બંધ થવાના કારણે મૃત્યુ થયું છે. પોલીસ પ્રશાસન અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ ઘટના ઉપર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંવેદના પ્રગટ કરી હતી અને કહ્યું હતું કે રાયપુરની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અત્યંત દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો સાથે મારી સંવેદના છે. રાજ્ય સરકારને અપીલ છે કે તેઓ મૃતકના પરિવારોને આ મુશ્કેલ સમયમાં તમામ સુવિધા અને સહાયતા પૂરી પાડે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news