“ફેસમાસ્ક”માં નેનો પ્લાસ્ટિકનો ઉપયોગ વિશ્વને કઈ ગર્તામાં ધકેલશે…..?

બે વર્ષ પહેલા ૫૦ માઈક્રોન નીચેની કોઈ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરિણામે પ્લાસ્ટિક કચરો સહિતના મેદાનો,જાહેર ઉપયોગી સ્થળો, વહેતી નદીઓ, વોકળા, તળાવો, ફરવાના સ્થળો સ્વચ્છ થઈ ગયા હતા. તો પ્લાસ્ટિક ચીજવસ્તુઓના કારણે અટકાઈ ગયેલ નદીમાના પાણી  પ્લાસ્ટિક બનાવટોનો કચરો દૂર થતા નદીઓ,વોકળા ના પાણી વહેતા થઇ ગયા હતા.

જોકે આજે ફરી હતા ત્યાંના ત્યાં જ આવી પહોંચ્યા છીએ. અત્યારે કોરોના કાળમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પ્લાસ્ટીક ચીજ વસ્તુઓનો કચરા સાથે માસ્ક નજરે પડી રહ્યો છે. જ્યાં ત્યાં કચરાના ઢગ ખડકાય છે કે કચરો એકઠો કરવામાં આવે છે તેમાં ૭૦ ટકા જેવી પ્લાસ્ટિક ચીજ  વસ્તુઓ જોવા મળે છે.

આવા માસ્ક જાહેરમાં ગમે તે સ્થળે ફેકી દેવામાં આવે છે. આવા માસ્ક પર્યાવરણ માટે તો જોખમી છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખતરારૂપ છે. કોરોના મહામારી સમયમાં મોટાભાગના ફેસમાસ્ક પ્લાસ્ટિક માઈક્રોફાઈબરથી બનેલા હતા. અને આજે પણ માર્કેટમાં વપરાઈ રહ્યા છે.

ફેસમાસ્કમા વપરાયેલ પ્લાસ્ટિકના કણો અતિસૂક્ષ્મ હોય છે જે કણ તૂટીને હવામાં ફેલાઈ શકે છે. અને તે એક માઈક્રોમીટરથી પણ નાના કણો હોય છે. જેને સાદી ભાષામાં નેનો પ્લાસ્ટિક કહેવામાં આવે છે.નિષ્ણાતોનુ માનવું છે કે નેનો કણો પ્લાસ્ટિકના કણો કરતા ઝડપથી ફેલાઈ શકે છે. જોકે માસ્કના નેનો પ્લાસ્ટિક કણોના રિસાઈકલ અંગે સંશોધન થયું નથી કે તેનો નાશ કઈ રીતે કરવામાં આવે છે તેની વિગતો પણ જાહેર થઈ નથી.પરિણામે વેસ્ટ થયેલ માસ્ક અન્ય પ્લાસ્ટિક ચીજ વસ્તુની જેમ કચરાના ઢગલામાં જોવા મળશે. જે વહેતી નદીઓમાં, વોકળાઓમાં, તળાવોમા કે દરિયામાં ભળશે તો તેના પરિણામો કેવાં ભયંકર આવી શકે તે સંશોધન માગી લે છે….!

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news