બજાજ ફાઈનાન્સ FDમાં તમારી બચતો સુરક્ષિત રહેવાનાં 5 કારણો
નિવૃત્તિની તૈયારી કરતા વરિષ્ઠ નાગરિકથી લઈને પ્રથમ નોકરીની શરૂઆત કરતા કોલેજના વિદ્યાર્થીઓ સુધી, લગભગ બધાએ તેમના જીવનમાં ક્યારેક ઉક્ત કહેવત સાંભળી હશે.
અલગ અલગ રોકાણ લક્ષ્યો હોવા છતાં મોટા ભાગના નાગરિકો આકર્ષક વળતરો અને બચતોની સુરક્ષા આપતી યોજનાની તલાશમાં હોય છે. બજાજ ફાઈનાન્સ Fixed Deposit ઉત્તમ વ્યાજ દરો અને ડિપોઝિટની સુરક્ષાના સંમિશ્રણ સાથે તે જ આપે છે.
બજાજ ફાઈનાન્સ FD સાથે 7.25% સુધી ખાતરીદાયક વળતરો મેળવો
આરબીઆઈ દ્વારા બજારમાં પ્રવાહિતા દાખલ કરવા માટે હાલમાં લેવામાં આવેલા પગલામાં રેપો દર ગયા વર્ષે અનેક વાર ઓછો કરવામાં આવ્યો હતો. આને કારણે મોટા ભાગની નાણાકીય કંપનીઓ દ્વારા FD વ્યાજ દરો ઓછા કરવામાં આવ્યા, જેથી હાલમાં FD દરો ફક્ત 4%થી 6%ની શ્રેણીમાં છે. હાલની બજારની સ્થિતિઓની તુલનામાં બજાજ ફાઈનાન્સ 7.25% સુધી સર્વોચ્ચ FD interest rates આપે છે, જે બજારમાં સર્વોચ્ચમાંથી એક છે.
વરિષ્ઠ સિવાયના નાગરિકો 7% સુધી વ્યાજ દરમાંથી લાભ મેળવી શકે છે, જેમાં બજાજ ફિન્સર્વની વેબસાઈટ થકી ઓનલાઈન રોકાણ કરવા પર તેમને 0.10%નો વધારાનો દર લાભ મળે છે. વરિષ્ઠ નાગરિકો રોકાણના ગમે તે માધ્યમમાં 7.25% સુધી ખાતરીદાયક વળતરો સાથે તેમની બચતો વધારી શકે છે.
આ આકર્ષક FD દરો તમારાં નાણાકીય લક્ષ્યોને પહોંચી વળવામાં તમને મદદરૂપ થવા માટે લાંબી મજલ કાપી શકે છે ત્યારે તેમાં સુરક્ષાની ચિંતા હંમેશાં હોય છે. આથી જ વર્તમાન સમયમાં Bajaj Finance online FD સુરક્ષિત રોકાણ વિકલ્પ શા માટે છે તેનાં 5 કારણો અહીં આપ્યાં છે.
- સર્વોચ્ચ સુરક્ષાના રેટિંગ્સઃ બજાજ ફાઈનાન્સ FD ક્રિસિલ દ્વારા FAAA અને ઈક્રા દ્વારા MAAAના સર્વોચ્ચ સુરક્ષાના રેટિંગ્સ ધરાવે છે, જે તમારી બચતો સૌથી સુરક્ષિત શક્ય રીતે વધવાની ખાતરી રાખે છે.
- ગ્રાહકોનો વિશ્વાસઃ 2,50,000થી વધુ સંતુષ્ટ FD ગ્રાહકોનો વિશ્વાસ એ વાસ્તવિકતાનો દાખલો છે કે તમારી ડિપોઝિટ બજાજ ફાઈનાન્સ FDમાં હંમેશાં સુરક્ષિત રહે છે.
- આકર્ષક ડિપોઝિટ બુકઃ બજાજ ફાઈનાન્સ રૂ. 23,000 કરોડની આકર્ષક ડિપોઝિટ બુક ધરાવે છે, જે ફરી એક વાર ગ્રાહકોના વિશ્વાસને દર્શાવે છે.
- 0 અન્ક્લેઈમ્ડ ડિપોઝિટ્સઃ ‘0 અનક્લેઈમ્ડ ડિપોઝિટ્સ’ ધરાવતી એકમાત્ર એનબીએફસી તરીકે બજાજ ફાઈનાન્સ સમયસર ચુકવણી સાથે ડિફોલ્ટ- મુક્ત અનુભવ આપવા માટે ઓળખાય છે.
- કંપનીની મજબૂત વિશ્વસનીયતાઃ કોઈ પણ FDમાં રોકાણ કરવા પૂર્વે કંપનીની સ્થિતિનું આકલન અને એકલ કામગીરીનું મૂલ્યાંકન કરવાનું મહત્ત્વપૂર્ણ છે.
બજાજ ફિન્સર્વ માટે ત્રિમાસિક પરિણામો જાન્યુઆરી 2021માં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં, જે એકીકૃત ચોખ્ખા નફામાં 15%નો વર્ષ દર વર્ષ વધારો દર્શાવે છે. ઉત્કૃષ્ટ નફાશક્તિ, વૃદ્ધિ, અસ્કયામત ગુણવત્તા અને મૂડી પૂર્તતા રેશિયો સાથે તમે બજાજ ફાઈનાન્સ FDમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે સર્વોચ્ચ સુરક્ષાની ખાતરી રાખી શકો છો.
તમારી ડિપોઝિટની સર્વોચ્ચ સુરક્ષા ઉપરાંત બજાજ ફાઈનાન્સ તમને ઘેરબેઠાં આરામથી બજાજ ફાઈનાન્સ ઓનલાઈન FDમાં રોકાણ કરવાની સાનુકૂળતા પણ આપે છે. તમે 12થી 60 મહિનાની શ્રેણીની મુદત પણ પસંદ કરી શકો છો અને ઉપયોગમાં આસાન FD return calculator સાથે રોકાણ કરવા પૂર્વે તમારાં વળતરો જાણો.
ઉપરાંત માસિક ધોરણે બચતો વધારવા માગતા નાગરિકો માટે બજાજ ફાઈનાન્સ સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન (અથવા એસડીપી) સાથે બચત કરવાની સાનુકૂળતા આપે છે. આ ઉદ્યોગ પ્રથમ માસિક બચત યોજના માસિક ફક્ત રૂ. 5000થી શરૂઆત થતી ડિપોઝિટ સાથે સ્થિર રીતે બચતો વધારવામાં મદદ કરે છે.
વધતી બજારની અસ્થિરતા સાથે અને અલગ અલગ નાણાકીય લક્ષ્યો માટે ભંડોળ ઊભું કરવાની જરૂર જોતાં બજાજ ફાઈનાન્સ ઓનલાઈન FD ઉત્કૃષ્ટ રોકાણ યોજના તરીકે આવે છે. તો સૌથી સુરક્ષિત શક્ય રીતે તમારી બચતો વધારવા માટે બજાજ ફાઈનાન્સ FD સાથે સ્માર્ટ પસંદગી કરો.