વાપીના ડુંગરી ફળિયામાં આવેલા ૭ સ્ક્રેપના ગોડાઉનમાં આગ, ગોડાઉન બળીને ખાખ
વલસાડના વાપી ડુંગરી ફળિયામાં ૭ જેટલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના બની હતી. ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને દોડધામ મચી હતી. સ્થાનિકોએ બનાવ અંગે ગોડાઉન સંચાલકો અને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વાપી જીઆઈડીસી ઉપરાંત આસપાસના ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. બનાવમાં સમગ્ર ગોડાઉન બળીને ખાખ થઇ ગયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડના વાપી ડુંગરી ફળિયામાં આવેલા ૭ જેટલા ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક સ્થાનિક લોકોએ ભંગારના ગોડાઉન સંચાલકો, ફાયર ફાઇટર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ કતી હતી. સ્કેપના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી સહિત આજુબાજુના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી હતી. આગ મધ્ય રાત્રીએ લાગી હતી.
જેથી સ્કેપના ગોડાઉનમાં કોઈ હાજર ન હતું. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. સ્કેપના ગોડાઉનમાં છૂટાં પડેલા સ્કેપના જથ્થાઓમાં આગ લાગતા સમગ્ર ગોડાઉન આગમાં ખાખ થઈ ગયું હતું.