વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
કડી-વિઠ્ઠલાપુર હાઇવે ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે નવનિર્મિત મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી મુકેશ પટેલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અત્યાધુનિક ટેકનોલોજી, રિસર્ચ અને વિઝન સાથે આ મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક વિકસાવવામાં આવ્યો છે. આશરે ૬૫૫ વિઘામાં ફેલાયેલા આ ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોટલ, ફ્યૂઅલ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રહેણાકની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે તેમજ ડોરમેટરી કોમ્પલેક્ષ પણ બનાવાયા છે. જેમાં ૧૨,૫૦૦ બેડની ક્ષમતાના ૩૧ ટાવર હશે. આ ઇન્ડસ્ટ્રિયલ સિટી ખાતે ઔધોગિક ક્ષેત્રે રોજગારીની અનેક તકો પણ ઊભી થનાર છે તેમ મેસ્કોટ ગ્રૂપના એમ.ડી. સંજયભાઈ પટેલે જણાવ્યું હતું.
આજે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં ૧૩ જેટલી વિવિધ અગ્રગણ્ય કંપનીઓનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોએ મેસ્કોટ ગ્રૂપને આ સમગ્ર નિર્માણ અને આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.