ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

  • લોકસભા સાસંદ શોભાનાબેન બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિ

ગાંધીનગરઃ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ કચેરી ખેડબ્રહ્મા – સાબરકાંઠા દ્વારા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક આજે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ના અમલ અંગે મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૨૦૧૦ લાખની જોગવાઈ સામે અંદાજિત રૂ.૨૨૧૪ લાખ જેટલા કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લમાં અંદાજિત ૬૧૭ કામો દ્વારા ૨૧,૭૧૬ જેટલા લાભાર્થીઓને લાભ મળશે.

મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બેઠકમાં જિલ્લામાં પાક અને કૃષિ, પશુપાલન, ડેરી, વન, પર્યાવરણ, સહકાર, ગ્રામવિકાસ, વીજળી, ગ્રામ લઘુ ઉદ્યોગ અને રસ્તાઓ, શિક્ષણ અને સરકારી અનેક યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં લોકસભા સાસંદ શોભાનાબેન બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય રમીલાબેન બારા, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ , સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા પ્રમુખો આ બેઠકમાં હાજર રહ્યા હતા. 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news