વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં રેકોર્ડ બ્રેક બ્લડ યુનિટ એકત્ર થયું
અમદાવાદઃ રક્તદાન એ સ્વૈચ્છિક રીતે સ્વિકૃત સામાજિક જવાબદારી હોય છે. રક્તદાન થકી અનેક જિંદગીઓને બચાવી શકાય છે તે સર્વવિદિત છે, પરંતુ રક્તદાન માટે લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવે તેવા આયોજનો રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવામાં બળ પરૂં પાડતા હોય છે. આવા આયોજનો થખી લોકો રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત થાય છે અને પરિણામસ્વરૂપે અનેક જિંદગીઓને બચાવી શકાય છે. આ પ્રકારનું આયોજન વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો.
વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સહયોગિતામાં 25 સપ્ટેમ્બરના રોજ સ્વૈચ્છિક મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રક્તદાન શિબિરમાં વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, કર્મચારીઓ અને કામદારોએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ રક્તદાતાઓએ 1600થી વધુ બ્લડ યુનિટ રક્તદાન કરી કરી આ મહારક્તદાન શિબિરને સાર્થક બનાવી હતી.
1600થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવું ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ ઔદ્યોગિક વસાહત દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું રક્તદાન હશે. ઉલ્લેખનીય છે કે વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા ગત વર્ષે આયોજિત કરાયેલ રક્તદાન શિબિરમાં 1401 જેટલું બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતુ, જે રક્તદાનના આંકડાને વટાવી આ વર્ષે ઐતિહાસિક 1600 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતુ.
આ આયોજનને સફળ બનાવવા માટે વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ વશિષ્ઠ કે. વઢવાણા, સેક્રેટરી કિરણ પટેલ, જોઇન્ટ સેક્રેટરી હિતેશ પટેલ, ટ્રેઝરર ધવલ પટેલ, જોઇન્ટ ટ્રેઝરર કૌમિલ પટેલ અને પૂર્વ પ્રેસિડેન્ટ અંકિત પટેલ તેમજ શિરિન પરીખ સહિતના હોદ્દેદારોએ આ વર્ષે રોકોર્ડ બ્રેક બ્લડ યુનિટ એકત્ર કરવાની નીમ સાથે ભારે મહેનત અને જહેમત ઉઠાવી હતી.