Sabarmati River Pollution: અમને લોકોના જીવની ચિંતા છે, હાઈકોર્ટે એએમસીની ઈચ્છા શક્તિને લઈને લગાવી ફટકાર

  • હંમેશા સમસ્યાઓ જ જણાવો છો, કામગીરીમાં કોઈ પ્રગતિ જોવા મળી રહી નથીઃ હાઈકોર્ટ
  • સુઓમોટોના આટલા વર્ષો બાદ પણ સાબરમતી નદીના પ્રદૂષણમાં કોઈ સુધારો નથીઃ હાઈકોર્ટ
  • 375 એમએલડીના ત્રણ નવા એસટીપીનો વર્ક ઓર્ડર ક્યાં છે?: હાઈકોર્ટ

 


અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણ સંદર્ભે શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે વધુ એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનનો ઉધડો લેતા ફટકાર લગાવી હતી કે તમારી કામ કરવાની ગંભીર ઈચ્છા શક્તિ નથી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિપિસલ કોર્પોરેશન તરફથી સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવા અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાબતે કોઈ સઘન જવાબ રજૂ ન કરાતા પોતાની નારાજગી વ્યક્ત કરી જણાવ્યું હતુ કે તમામ કામગીરી કાગળ પર જ છે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે એએમસી હાઈકોર્ટના આદેશ મુજબ કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ રહી છે.

સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદૂષણને રોકવા માટે તમારી ઈચ્છા શક્તિ જોવા મળી રહી નથી. તમે હંમેશા સમસ્યાઓ જણાવો છો, ઉકેલોને લઈને તમારામાં કોઈ ગંભીરતા દેખાઈ રહી નથી તેમ જણાવી હાઈકોર્ટે એએમસીને ટકોર કરી હતી. એએમસી દ્વારા નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ થઈ રહેલા ખર્ચની વિગતો જણાવતા હાઈકોર્ટે જણાવ્યું હતુ કે કેટલો ખર્ચ થશે તેને લઇને કોઈ નિસ્બત નથી, અમને લોકોના જીવનની ચિંતા છે.

સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને થયેલી સુઓમોટોના આટલા વર્ષો બાદ પણ સાબરમતી નદીની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી, તેમ હાઈકોર્ટે એએમસીને ટકોર કરતા જણાવ્યું હતુ કે આટલાં વર્ષોમાં કોઈ નોધપાત્ર કામગીરી કરી નથી. વારંવારની કોર્ટની ફટકાર બાદ તમે બ્લુપ્રિન્ટ રજૂ કરી છે. તમે આ બ્લુપ્રિન્ટ એટલા માટે આપવા નહોતા ઈચ્છતા કારણ કે તમે કોઈ બાંહેધરી આપવા ઈચ્છતા ન હતા. જો બાહેધરી આપવામાં આવે તો નિયમોમાં બંધાઈ જવુ પડશે. તમે કોર્ટ સમક્ષ અને ફૂલગુલાબી ચિત્ર દર્શાવ્યા પણ વચનબદ્ધતા દર્શાવી નથી. જે વચન આપ્યું છે તેને પુરૂં પણ કરતાં નથી. તમારૂં આ વલણ દર્શાવે છે કે તમારી કોઈ ઈચ્છા શક્તિ જ નથી.

એએમસી દ્વારા નવા ત્રણ એસટીપીના નિર્માણની વિગતો હાઈકોર્ટ સમક્ષ રજૂ કરતા હાઈકોર્ટે જણાવ્યું હતુ કે આ એસટીપીના વર્ક ઓર્ડર ક્યાં છે? તેની બીડ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ છે કે પેન્ડિંગ છે? નવા ત્રણ એસટીપી બનાવવાના છે તો બાકીના એસટીપીનું શું? નવા ત્રણ એસટીપી લોન્ગ-ટર્મ છે, તમે મિડ-ટર્મ પ્રગતિ દર્શાવી રહ્યાં નથી. પ્રગતિ તો અહીં છે જ નહી. તમે લોન્ગ-ટર્મને વધુ લોન્ગ-ટર્મ બનાવી રહ્યાં છો.

નવા ત્રણ એસટીપી અંગે એએમસીએ લોન્ગ-ટર્મ આયોજનોમાં જૂન 26 સુધીમાં કામ પૂર્ણ કરવાની રજૂઆત બાદ ખંડપીઠે ટકોર કરી હતી કે હજુ સુધી તમે આ બાબતે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી નથી. તો કેવી રીતે તમે કહી શકો કે કામ શરૂ કરી દીધું છે. તમે ટાઈમલાઇન માત્ર અમને જણાવવા માટે જ આપી છે. અમે માત્ર શું પ્રગતિ કરી તેના વિશે જાણવા માંગીએ છીએ. જ્યારે એસસટીપી જ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યાં નથી ત્યારે શોર્ટ ટર્મ પ્લાન કેવી રીતે સિદ્ધ થશે.

એએમસી તરફથી જણાવવામાં આવ્યું હતુ કે ડ્રેનેજમાં ગેરકાયદે 19 ઔદ્યોગિક જોડાણ કાપવામાં આવ્યા છે. જૂના સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટને નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડાઈવર્ટ કરવાની યોજના ચાલી રહી છે. 125 એમલડીના 3 એટલે કે કુલ 375 એમએલડીના એસટીપી બનાવાશે. જેમાં ફર્સ્ટ સ્ટ્રીમનું કામ માર્ચ 26 સુધીમાં પુરૂ થઈ જશે. ત્યારબાદ હાઈકોર્ટ જણાવ્યું હતુ કે તો પછી હાલ જે 75 એએલડી છે તે ક્યાં જશે?

એસટીપીનું કાર્ય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિયમો પ્રમાણે થઈ રહ્યું નથી, તેમ કોર્ટ સહાયક હેમાંગ શાહે જણાવી હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતુ. જીપીસીબીએ પણ આ એસટીપીનું નિયમિત ઇન્સપેક્શન થઈ રહ્યું હોવાનું હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતુ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news