ભરૂચ: દહેજ જીઆઈડીસીમાં આવેલી RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ લાગી આગ, કામદારોમાં દોડધામ

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં ઔદ્યોગિક અકસ્માતની વધુ એક ઘટના બનવા પામી છે. જિલ્લાના દહેજ જીઆઈડીસીમાં આવેલી RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

વિગત પ્રમાણે ભરૂચ જિલ્લામાં દહેજ જીઆઈડીસી સ્થિત RGPP નામની કંપનીમાં ધડાકા સાથે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. રવિવારે રાત્રિના સમયે આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ આગ પ્રચંડ ધડાકા બાદ લાગી હતી. આગના પગલે કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી, તો આસપાસના વિસ્તારમાંથી પણ લોકો બહાર દોડી આવ્યા હતા. આ આગ એટલી ભીષણ હતી કે કંપનીની બહાર ઉભી રહેલી એક ટ્રક પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગને કોલ મળતા ફાયરના લાશ્કરો કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ભીષણ આગના પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાતાં જીઆઈડીસી ફાયર બ્રિગેડના વાહનોની સાયરનના કારણે ગુંજી ઉઠી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, તે રાહતના સમાચાર છે. જોકે આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news