ભરૂચઃ વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં આગ
ભરૂચઃ જિલ્લામાં વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં આગની એક નાની ઘટના બનવા પામી હતી.
સત્તાવાર સૂત્રો તરફથી પ્રાપ્ત વિગત પ્રમાણે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં નાની એફઆરપીની ચિમનીમાં જતી ડક્ટ લાઈન મેલ્ટ થઈ જતા આગની ઘટના બનવા પામી હતી. આગ નાના પ્રમાણમાં લાગી હતી. કંપની સત્તાવાળાઓ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા જરૂરી પગલા લેવામાં આવ્યા હતા. ડક્ટ લાઈન મેલ્ટ થવાથી આગ લાગી હતી, પરંતુ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટનામાં કોઈ જાન કે માલનું નુક્શાન થવા પામ્યું નથી તે રાહત આપનાર સમાચાર છે.
*ફોટોઃ પ્રતિકાત્મક