દહેજની ઓર્ગેનિક ઈન્ડિયામાં પ્રચંડ ધડાકા બાદ આગ, કાળા ધૂમાડાઓ આકાશમાં છવાયા
ભરૂચઃ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ આગ લાગવાની ઘટના બનાવા પામી છે. પ્રચંડ ધડાકા બાદ આગથી કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચની દહેજ જીઆઈડીસીમાં આવેલી ઓર્ગેનિક ઈન્ડિયા નામની કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ધડાકા બાદ ફેલાયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. જેના પગલે કંપની પરિસરમાં દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે આકાશમાં ધૂમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા નજરે પડ્યા હતા. આ ઘટનાનો કોલ મળતા ફાયર બિગ્રેડનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયા હતો અને આગ પર કાબૂ મેળવાવના પ્રયાસો હાથ ધર્યા હતા.
આગ કેવી રીતે લાગી તે કારણ હાલ જાણી શકાયું નથી. જોકે, DISH અને જીપીસીબી દ્વારા તપાસનો આરંભ કરી દેવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી તે રાહત સમાચાર રાહત આપનારા છે.