છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
દુર્ગ: છત્તીસગઢના દુર્ગ જિલ્લાના કુમ્હારીને અડીને આવેલા ગામ અકોલામાં સ્થિત હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.
ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં માસ્ક, સિરીંજ, ગ્લોવ્સ અને મેડિકલ સામગ્રી બનાવવામાં આવે છે. આગમાં લાખોની કિંમતનો સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવામાં હજુ બેથી ત્રણ કલાકનો સમય લાગશે તેવી શક્યતા છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.