ચીનને હરીફાઈ આપવા કેમિકલ ઉદ્યોગમાં નિકાસ પ્રોત્સાહનો વધારવા જોઈએ

ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ સમક્ષ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પડતી સમસ્યાઓ રજૂ કરી નિરાકરણ માટે રજૂઆત કરાઈ


અમદાવાદઃ આગામી ઓક્ટોબર મહિનામાં આયોજિત થનારા ઈન્ડિયા કેમ 2024 સંદર્ભે આજે અમદાવાદમાં ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રાસાયણિક અને ખાતર મંત્રાલયના રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ, ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ નિવેદિતા શુક્લા વર્મા, ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ દીપાંકર એરોન, ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ આઇએએસ મમતા વર્મા ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રાસાયણિક અને ખાતર મંત્રાલયના રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે કેમિકલ અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા મુંબઈમાં 17થી 19 ઓક્ટોબર, 2024 દરમિયાન આયોજિત થવા જઈ રહેલા ઈન્ડિયા કેમ 2024 – 13માં દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદમાં ગુજરાતના કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને ઉત્સાહભેર ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતુ કે, કેમિકલ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે, જે કુલ કેમિકલ્સ ઉત્પાદનમાં 62%, પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનમાં 53%, ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં 45%ના યોગદાનની સાથેસાથે આ સેક્ટરની કુલ નિકાસમાં 41%નું યોગદાન આપે છે. આ દ્રષ્ટિથી ઈન્ડિયા કેમ 2024માં ગુજરાત રાજ્યની સહભાગિતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ ઈન્ડસ્ટ્રી મીટ પહેલા ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ દીપાંકર એરોને ગુજરાતના કેમિકલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે એક બેઠક પણ કરી હતી. આ બેઠકમાં કેમિકલ ઉદ્યોગને પડતી સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. આ બેઠકમાં જીસીસીઆઈ કેમિકલ ટાસ્ક ફોર્સ કમિટીના ચેરમેન યોગેશ પરીખની ઉપસ્થિતિમાં મુખ્ય મુદ્દાઓની રજૂઆત બાદ તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેમિકલ ઉદ્યોગમાં નિકાસ પ્રોત્સાહનો વધવા જોઈએ જેથી આપણે ચીનને હરીફાઈ આપી શકીએ, રાસાયણિક ઉદ્યોગોમાં રૂલ 9ની પરવાનગી પણ એક સમસ્યા છે, તેથી જે એક પ્રોડક્ટ જેને ઉત્પાદિત કરવામાં આવે છે તેનાથી વેસ્ટ હાઇડ્રોકોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ બાય-પ્રોડક્ટ તરીકે પેદા થાય છે, જીપીસીબી તેને જોખમી કચરા તરીકે પરવાનગી આપે છે, પરંતુ તે એક કાચો માલ હોવાથી તેને બાય પ્રોડક્ટ તરીકે પરવાનગી આપવી જોઈએ.  ceipyને એસ્ટેટ સાથે સાંકળમાં આવી છે, તેથી કોઈ વધુ ઉત્પાદન મેળવી શકે નહીં તેથી તેને દૂર કરી દેવું જોઈએ. જીપીસીબીના પરીક્ષણમાં વેસ્ટ વોટરમાં ટીડીએસની ગણતરી કરવામાં આવે છે, પરંતુ આ ખોટી પદ્ધતિ છે અને ટીડીએસ દૂર કર્યા પછી તેની ગણતરી કરવી જોઈએ અને પછી સીઓડી અને બીઓડી માટે તેનું પરીક્ષણ કરવું જોઈએ અને આ પદ્ધતિ અમેરિકન માનક પદ્ધતિ દ્વારા અપનાવવામાં આવે છે. ડીપ સી પોજેક્ટ તમામ કેમિકલ ક્લસ્ટર જીઆઈડીસીમાં લાગુ કરવામાં આવે, જેથી તમામ માપદંડોને મેળવી શકાય અને ઉદ્યોગ ટકી શકે સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી આ સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ વિશે જીસીસીઆઈ કેમિકલ ટાસ્ક ફોર્સ કમિટીના ચેરમેન યોગેશ પરીખે જણાવ્યું હતુ કે ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવે ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રીને પડતી સમસ્યાઓની રજૂઆત સાંભળી આ સમસ્યાઓનો એક અહેવાલ રજૂ કરવા ઉદ્યોગકારોને જણાવાયું છે. આ સમસ્યાઓ મુદ્દે સીપીસીબી, જીપીસીબી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે બેઠક કરી આ પ્રશ્નોંનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે તેમ પણ તેમના દ્વારા ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું છે.

ઈન્ડિયા કેમ 2024 સંદર્ભે યોજાયેલી ઈન્ડસ્ટ્રી મીટમાં ફિક્કીની કેમિકલ કમિટીના ચેરમેન અને દિપક નાઇટ્રેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા સ્વાગત સંબોધન કરી મંચસ્થ અતિથીઓ સહિત ઉપસ્થિતોને આવકાર્યા હતા. ફિક્સી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને હેસ્ટર બાયોસાયન્સિસના એક્ઝેક્યુટિવ ઓફિસર અ મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગાંધી દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news