ગરવી ગુર્જરી સ્ટોરના સંચાલકો માટે રચાયેલ ગણવેશનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અનાવરણ કરાયું
આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી , ગાંધીનગર ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા સ્થાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગરવી ગુર્જરી સ્ટોરના સંચાલકો માટે રચાયેલ ગણવેશનું અનાવરણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતુ.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન દ્વારા ડિઝાઇન કરાયેલ યુનિફોર્મ્સ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ રાની કી વાવના તત્વોથી પ્રેરિત છે જેમાં અજરખ હસ્તકલા પસંદગીના કાપડ માધ્યમ તરીકે ઉપયોગ થયેલ છે.એનાથી સ્ટોરના વાતાવરણમાં સુધારો થશે અને સ્ટોર સ્ટાફને ગુજરાતના સમૃદ્ધ હસ્તકલા વારસાની પહોંચ વધારવા માટે પ્રોત્સાહન મળશે. – તેમ બલવંતસિંહ રાજપુતે આ પ્રસંગે જણાવ્યું હતુ.
આ પ્રસંગે ગરવી ગુર્જરીના એમડી – લલિત નારાયણ સિંહ સંધુ, જોઈન્ટ એમ.ડી – પારુલબેન માનસત્તા અને વિભાગના અધિકારીઓ જોડાયા હતા.