મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી ગાંધીનદર ખાતે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાઈ
આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી, એનઆઈએફટી ગાંધીનગર ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો ગયો.
આ કાર્યક્રમમાં સમગ્ર ભારત અને ગુજરાતમાંથી હેન્ડલૂમ હસ્તકલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, કાપડ પરંપરાઓની વિવિધતા અને સમૃદ્ધિને પ્રકાશિત હેન્ડલૂમ પ્રદર્શન નિહાળ્યું હતુ. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ હેન્ડલૂમ ડે થીમ પર ફેશન વોક કરવામાં આવ્યું હતુ, જેમાં તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાનું પ્રદર્શન જોવા મળ્યું હતુ.
આ ઉજવણીનો ઉદ્દેશ્ય આપણા વણકરો અને કારીગરોના અમૂલ્ય યોગદાનને માન આપવાનો છે, જેમના સમર્પણ અને કૌશલ્યએ હેન્ડલૂમ વણાટની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખી છે. સંકળાયેલી જટિલ કારીગરી પર પ્રકાશ પાડીને હાથશાળ કાપડમાં અંકિત સાંસ્કૃતિક વારસાને રેખાંકિત કરે છે, જે ભારતના ઇતિહાસ અને ઓળખમાં તેમની ભૂમિકા દર્શાવે છે. આ પ્રયાસો દ્વારા, હેન્ડલૂમ ઉદ્યોગમાં નવેસરથી પ્રેરણા આપવાની આશા રાખીએ છીએ અને તેની સતત વૃદ્ધિ અને ટકાઉપણું સુનિશ્ચિત કરીએ છીએ.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય રિટા પટેલ, કુટીર સચિવ પ્રવીણ સોલંકી, ગરવી ગુર્જરીના એમ ડી લલિત સિંઘ સાંદુ – ગાંધીનગર કોર્પોરેશનના પદાધિકારીઓ, એનઆઈએફટી ગાંધીનગરના નિયામક પ્રો. ડૉ. સમીર સૂદ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.