કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં સિદ્ધપુર મુકામે સિટી સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું ઇ લોકાર્પણ

સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે.- કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

 


પાટણ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સિદ્ધપુર નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું ઇ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં લોકહિતની સુવિધાઓ જન જન સુધી પહોંચે, લોકોનું કામ સરળ બને, સમયનો બચાવ થાય તે પ્રકારની સુવિધાઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કરી રહ્યા છે. જેને લઇને ગુજરાતમાં સને 2022-23 માં 22 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની શરૂઆત થઈ હતી. આજે 31 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર બનવાથી જન જન સુધી સેવાઓ પહોંચશે.

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવતાં કહ્યું હતું કે, સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાથી આનંદ થાય છે કે આ સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે. તેઓને નગરપાલિકાની સેવાઓ સ્થળ પર મળી રહેશે. કામમાં પારદર્શિતા વધશે. અંતે સિદ્ધપુર નગરપાલિકામાં લોકોની સુખાકારીમાં વધારો થશે. આમ, વિશ્વસ્તરની સુવિધાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ ગુજરાતમાં થઈ રહી છે.

નગરપાલિકામાં આવેલ સિટી સેવિક સેન્ટરમાં નાગરિકોને સ્થળ પર જ પાયાની સુવિધાઓ મળી રહેશે. જેમાં મિલકતનો વેરો, લગ્ન નોધણી, જન્મ -મરણ દાખલો વગેરે સુવિધાઓ સરળતાથી મળી રહેશે. જેથી નાગરિકોનો સમય, ખર્ચનો બચાવ થશે. આ સિટી સેવિક સેન્ટર નાગરિકો માટે મદદરૂપ બનશે.

આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઇ પટેલ, સંગઠનના આગેવાનો જશુભાઇ પટેલ, જયેશભાઈ પટેલ, શંભુભાઇ દેસાઈ, રશ્મિન દવે ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news