લા નીનો સ્થિતિની શરૂઆતના કારણે વાતાવરણમાં ભેજ વધતા ઓગસ્ટમાં ભારે વરસાદની સંભાવના
દેશભરમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. લગભગ કોઈ એવું રાજ્ય હશે, જ્યાં વરસાદ નહીં પડતો હોય. આ વચ્ચે એક સ્ટડીમાં જણાવવામાં આવી ગયું છે કે આવનારા દિવસોમાં કેરલના સમુદ્રી વિસ્તારમાં ઘણા ચક્રવાતી તોફાન જાવા મળી શકે છે. તેવામાં લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી (NIO)ના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે આ તોફાન ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે કેરલમાં આવી શકે છે. આ સિવાય પશ્ચિમી કિનારા પર ઓગસ્ટથી સપ્ટેમ્બરના મહિના વચ્ચે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના પૂર્વ નિર્દેશક અને એમેરિટસ વૈજ્ઞાનિક એસ પ્રસન્ના કુમારે જણાવ્યું હતું કે પેસિફિક મહાસાગરમાં અલ નીનો તબક્કાના અંત અને લા નીનો સ્થિતિની શરૂઆતને કારણે, પશ્ચિમ પ્રશાંત મહાસાગર અને પૂર્વ હિંદ મહાસાગર મહાસાગરો ગરમ થઈ રહ્યા છે. તેનાથી વાતાવરણમાં ભેજ વધી ગયો છે. તેવામાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના છે કે પછી સીઝન પણ લાંબી થવાની આશા છે. તો જ્યારે એકવાર મોનસૂનની વાપસી થઈ જશે તો અરબ સાગરમાં તીવ્ર ચક્રવાતો આવવાની પણ આશંકા છે.
આ રિસર્ચ પેપરને પ્રસન્ના કુમારના નેતૃત્વમાં ટીમે તૈયાર કર્યું છે, જેનું શીર્ષક છે- શું ઉત્તરી હિંદ મહાસાગરના ગરમ થવાથી વધુ ટ્રોપિકલ ચક્રવાત ઉભા થઈ રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ રિસર્ચ પેપર ઓગસ્ટ મહિનામાં પબ્લિશ થઈ શકે છે. તેના સહ-લેખકો આરએસ અભિનવ અને NIOના જયુ નાર્વેકર છે. આ સિવાય વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની એવલિન ફ્રાન્સિસે પણ સહ-લેખકની ભૂમિકા ભજવી છે.
પ્રસન્ના કુમારે જણાવ્યું- અરબ સાગરમાં ચક્રવાતોની તાકાતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ બંગાળની ખાડીમાં કુલ તોફાનોની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ગંભીર તોફાનોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે તે પણ જણાવ્યું કે જો અરબ સાગર એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગર અને બંગાળની ખાડીની તુલનામાં વધુ ગરમ થઈ રહ્યો છે, તેથી આ સીઝન બાદ મોટી સંખ્યામાં તોફાનો આવવાની સંભાવના છે. તેમણે કહ્યું કે સાઉથવેસ્ટ મોનસૂન સીઝન ખતમ (૩૦ સપ્ટેમ્બર) થયા બાદ વધુ તીવ્રતાવાળા તોફાનો આવી શકે છે.