કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે કોઈટા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આવકારી શાળા પ્રવેશ કરાવ્યો

“ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તે‌ સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે”– ભુપેન્દ્રભાઈ પટેલ

પાટણઃ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪”ના‌ બીજા દિવસે સરસ્વતી તાલુકાની કોઇટા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે “ગરવા ગુજરાતે આવો” – સ્વાગતગીત, નારીશક્તિના બાળવક્તા, પર્યાવરણ પ્રત્યે ગ્રામજનોની જાગૃતિ આજના દિવસની લાક્ષણિકતાઓ બની રહેલી જોવા મળી હતી.

“मैं चाहता हूँ कि इस देश के युवा आशा और अवसरों से भरा जीवन जिएँ।” – સુવાક્ય કે જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના યુવાઓના જીવનને લઇને મક્કમ નિર્ધાર જોવા મળી રહ્યો છે, તેનો ઉલ્લેખ કરી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે “આ ત્રણ દિવસમાં ગુજરાતમાં એક પણ ઘરનું આંગણું એવું નહીં હોય કે જેના ઉંબરેથી બાળક દફ્તર લઈને શાળાએ જવા ન નીકળ્યું હોય”.

કોઇટા પ્રાથમિક શાળામાં ૨૧૬ અને માધ્યમિકમાં ૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે પ્રાથમિકશાળાની આંગણવાડીમાં ૧૧, બાલવાટિકામાં ૩૬, ધોરણ-૧માં ૦૬, ધોરણ-૯માં ૧૭ એમ કુલ ૫૩ અને માધ્યમિકશાળામાં ધોરણ-૯ માં ૮૦૬, ધોરણ-૧૧ (સા.પ્ર)માં ૫૫૫, ધોરણ-૧૧(વિ.પ્ર)માં ૭૮ એમ કુલ ૧૪૩૯ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૮૮૯ કુમાર અને ૫૫૦ કન્યાઓ છે.

આ પ્રસંગે રફીકભાઈ, રમેશજી, બળદેવભાઈ, બીપીનજી, માતમજી, જશુભાઈ, મહિપતસિંહ, લાલભાઈ, કોઇટાના સામાજિક આગેવાનો, આજુબાજુના ગામના સરપંચો સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news