ઝગડિયા જીઆઈડીસીમાં સ્થિત ડીસીએમ ખાનગી કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લાના ઝગડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગવાનું જાણવા મળ્યું હતુ. ઘટનાને પગલે કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી.

વિગત પ્રમાણે ઝગડિયા જીઆઈડીસીમાં આવેલી ડિસીએમ કંપનીમાં બુધવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતા કંપનીના ફાયર ફાયટરો તેમજ અન્ય ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

કંપનીના પાવર પ્લાન્ટમાંથી અન્ય વિભાગમાં કન્વેયર બેલ્ટ મારફતે કોલસો પહોંચાડવામાં આવી રહ્યો હતો, તે સમયે બેલ્ટ પર જ આકસ્મિક આગ લાગી હતી. આગના કારણે આકાશમાં ધૂમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા. આગની ઘટનાથી કામદારોમાં દોડધામ મછી જવા પામી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news