દેશ ભક્તિ ફિલ્મ થકી ૭૫માં પ્રજાસત્તાક દિન ઉજવણી

દેશભક્તિના પર્વ એવા ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિતે ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશન દ્વારા ગુતાલ પ્રાથમિક શાળામાં દેશભક્તિની ફિલ્મ દેખાડી ઉજવણી કરવામાં આવી. ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશનના ફાઉન્ડર તેમજ ડાઈરેક્ટર કિન્નરીબેનના કહેવા પ્રમાણે બાળકોને દેશભક્તિની ફિલ્મ જોવડાવી તેમજ તેમના ચરિત્રનું વર્ણન કરીને બાળકોને દેશભક્તિથી સમાજ કેળવાય એ હેતુથી કાર્યક્રમ કરવામાં આવ્યો. ગુતાલ શાળાના શિક્ષકો અને બાળકોએ ફિલ્મ નિહાળી, ટેકસો ફોઉન્ડેશનના ઇન્ટર્ન અને વૉલન્ટીરની સાથે મીડ ડે મીલ અને શાળાની મુલાકાત લીધી હતી.

ધોરણ ૬ અને ૭ને લક્ષ્ય અને ધોરણ ૮ને ૧૨થ ફેઈલ મૂવી દેખાડવામાં આવી હતી. બાળકોએ ફિલ્મ વિશે પોતાના વિચારો રજુ કર્યા હતા. વિચારો વ્યક્ત કરનાર બાળકોને ટેકસો ગ્લોબલની ટીમ વતી બીરદાવવામાં આવ્યા હતા અને તેમના વિચારોને મૌલિકતાથી વ્યક્ત કરવા બદલ નવાજવામાં આવ્યા હતા. શાળા પરિવાર તરફથી ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશનના દેશભક્તિ ફિલ્મ થકી કાર્યને આવકાર્યો હતો અને શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news