ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયો હતો કોરોના વાયરસઃ WHO

વુહાન પહોંચેલી WHOની ટીમે વુહાનથી બહારની દુનિયામાં વાયરસ ફેલાવાના પૂરાવા લીધા

વૈશ્વિક કોરોના મહામારીના જડ સુધી પહોંચવા માટે તપાસ અર્થે ચીનના વુહાન શહેર પહોંચેલી વિશ્વ સ્વાસ્થ સંગઠનની ટીમે મહત્વનો ખુલાસો કર્યો છે. WHOની ટીમનું કહેવુ છે કે, આ વાતના સ્પષ્ટ પૂરાવા મળ્યા છે કે, ચીનના વુહાનમાં સ્થિત મિટ માર્કેટથી જ કોરોના વાયરસ બહારની દુનિયામાં ફેલાયો હતો.

વિશ્વ સ્વાસ્થ સંગઠનના બેન એમ્બાર્કનું કહેવુ હતું કે ટીમને ડિસેમ્બર ૨૦૧૯થી પહેલા વુહાન કે અન્ય કોઇ સ્થળે કોરોના વાયરસ સંક્રમણના પૂરાવા મળ્યા ન હતા, પરંતુ ટીમને ડિસેમ્બર ૨૦૧૯માં વુહાન હુઆનન માર્કેટથી વાયરસ સંક્રમણ બહારની દુનિયામાં ફેલાયુ હોવાના પૂરાવા મળ્યા હતા. બેનનું કહેવુ હતું કે આ વુહાન ઇન્વેસ્ટિગેશનમાં નવી જાણકારીઓ સામે આવી હતી, પરંતું વાયરસ સંક્રમણને લીધે વર્તમાન પરિસ્થિતિઓમાં કોઇ નાટકીય ફેરફાર આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાના શરુઆતમાં જ એવા અનુમાન લગાવવામાં આવ્યા હતા કે આ મહામારી ચીનમાંથી ઉદભવી અને આખા વિશ્વમાં ફેલાઇ હતી. ડિસેમ્બર ૨૦૧૯માં વુહાનમાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો, જે પછી ચીનમાં ફેલાયો હતો અને ગણતરી દિવસોમાં મોટાભાગના દેશોમાં ફેલાઇ ગયો હતો. કોરોના મહામારીને લીધે મોટાભાગની અર્થવ્યવસ્થાઓ પડી ભાંગી છે, જે હવે ધીમે ધીમે ઉભરી રહી છે. આશરે ૧ વર્ષ સુધી લોકડાઉન જેવા ગંભીર હાલાતો સામે ઝઝૂમી રહેલી દુનિયાએ એ સમયે કોરોના મહામારીને ચીનને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે ચીન એ સમયથી કોરોના મહામારીના ઉદભવ અને ફેલાવા માટે પોતાને જવાબદાર નથી માનતુ. તે પહેલેથી આ મુદ્દાને નકારતું આવ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news