ઉત્તરાખંડમાં ૨૦૧૩નું પુનરાવર્તનઃ કેદારનાથ પ્રલયમાં ૫૦ હજારથી વધુ લોકો ગુમ થયા હતા
વિશાળ હિમાલય પર્વતના ખોળામાં કેદારનાથ ધામ છે. આ ચારધામ યાત્રાના ચાર સ્તંભોમાંથી એક છે અને હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળોમાં તેની ગણતરી થાય છે. જૂન ૨૦૧૩માં દેવભૂમિ કહેવાતા રાજ્ય ઉત્તરાખંડમાં દેશની સૌથી જાેખમી વિનાશકારી દુર્ઘટનાએ હુમલો કર્યો હતો. સતત પડી રહેલા વરસાદ અને ગ્લેશિયરના ઓગળવાથી આ પહાડી રાજ્યની નદીઓ પૂર ઝડપે વહી રહી હતી. ચોમાસું પણ સમય કરતા વહેલું આવી ગયું હતું.
જેનું પરિણામ જે આવ્યું તેના ઘા આ જ સુધી ઉત્તરાખંડ અને દેશ ભૂલી શક્યો નથી. કેદારનાથ દુર્ઘટનાએ ચાલીસ હજાર ચો કિમીથી વધુ વિસ્તારમાં પોતાનો કહેર વર્તાવ્યો હતો. હજારો લોકો મોતને ભેટ્યાં હતા. આટલી જ સંખ્યામાં લોકો ગુમ પણ થયા હતા. સૌથી દુઃખદ વાત તો એ છે કે આમાથી કોઈ પણ હજી સુધી મળ્યું નથી.
સાત વર્ષ સાત મહિના અને ૨૫ દિવસ પછી કદાચ એવી જ દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. આ વખતે પણ દેવભૂમિ ઉત્તરાખંડને જ કુદરતે ફરી ટાર્ગેટ કર્યું છે. રાજ્યના ચમોલી જિલ્લાના જાેશીમઠમાં ગ્લેશિયર તૂટવાના કારણે ધૌલીગંગા નદીમાં પૂર આવી ગયું છે. જેના લીધે આસપાસના ગામમાં પૂરના પાણીના ફેલાવાની આશંકા છે. આસપાસના ગામના લોકોને કાઢવામાં આવી રહ્યાં છે. આસપાસના ગામેથી લોકોને કાઢવામાં આવી રહ્યાં છે. નદીના ઘણા પુલ તૂટ્યા પછી પૂરનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે.
તટીય ક્ષેત્રમાં લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કિનારે વસેલા લોકોને વિસ્તારમાંથી હટાવવામાં આવી રહ્યાં છે. ચમોલી પોલીસે જણાવ્યું કે, તપોવન વિસ્તારમાં એક ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને નુકસાન થયું છે. અલકનંદા નદીના કિનારે રહેતા લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળો પર જવાને સલાહ આપવામાં આવી છે.
શું થયું હતું જૂન ૨૦૧૩માં?
૧૩ થી ૧૭ જૂન વચ્ચે ઉત્તરાખંડમાં વરસાદ પડી રહ્યો હતો. આ જ કારણે ચોરાબારી ગ્લેશિયર ઓગળીને મંદાકિનીમાં પડવા લાગ્યો. જેના પરિણામરૂપે નદીનું જળસ્તર ઝડપથી વધવા લાગ્યું અને વહેણ પણ ઝડપી થઈ ગયું. આનાથી આવેલા પૂરની અસર ઉત્તરાખંડની સાથે સાથે જ હિમાચલ પ્રદેશ અને પશ્વિમ નેપાળમાં પણ થઈ હતી. આ ભયંકર પૂરના કારણે ભૂસ્ખલન પણ થયું, જેનાથી જાનમાલને ઘણું નુકસાન થયું હતું.
આઠમી સદીના શિવ મંદિરને પણ આ આપદાના કારણે નુકસાન થયું હતું. માનવામાં આવે છે કે આ દુર્ઘટનામાં લગભગ પાંચ હજાર લોકોના મોત થયા હતા. આ દરમિયાન સેના ૧ લાખથી વધુ લોકોનો બચાવ કર્યો હતો.આ આપદામાં ૪૨૦૦થી વધુ ગામોને સંપર્ક તૂટી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘરવિહોણા થયા હતા. ૧૧ હજારથી વધુ ભવનોને નુકસાન થયું હતું. ૧૭૨ નાના મોટા પુલ વહી ગયા હતા અને ૧૦૦ કિમી રસ્તાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું.