કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ

ગાંધીનગરઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્ય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલ ૧૦૦ ટકા ‘ઓર્ગેનિક્સ સ્ટોર’માં ખાદ્ય તેલ, વિવિધ ગરમ મસાલા, મિલેટસ્‌, ડ્રાયફ્રૂટ્‌સ,ચોખા, કઠોળ, લોટ-આટો, ડેઈલી ઇટેબલ, સ્વીટનર્સ, જ્યુસ, શાકભાજી, ફળફળાદી, કોલ્ડ કોફી અને વિવિધ સલાડ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે. આ તકે મંત્રી રાઘવજી પટેલ દ્વારા ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરની નવીન એપ પણ લોન્ચ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની સાથે અમદાવાદમાં કેશવબાગ, સેટેલાઈટ અને શેલા એમ ચાર સ્થાનો પર ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્રુપ દ્વારા આગામી એક વર્ષમાં ગુજરાત સહિત ભારતભરમાં ૩૦૦ જેટલા ઓર્ગેનિક્સ સ્ટોર શરૂ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news