ભરૂચના જોલવા ગામ પાસે ગેસ લાઈનમાં લીકેજ થતાં આગ, 2 ફાયર ફાયટરો ઘટના સ્થળે
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના ટાપુ તરીકે ગણવામાં આવે છે. આ તાલુકામાં દહેજ જીઆઈડીસીમાં તેલ અને ગેસની જરૂરિયાતને પાઈપલાઇન દ્વારા પુરી પાડવામાં આવે છે. ત્યારે આ વાગરા તાલુકાના જોલવા ગામ પાસે ક્ડ ઓઇલ લાઈનમાં લિકેજ થતાં આગ લાગતાં આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ભરૂચના જોલવા ગામ પાસે ક્રૂડ ઓઈલ લાઇનમાં લિકેજ થતાં આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. ઘટનાને લઇને ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે આ ઘટનામાં આ ક્રૂડ ઓઇલ લાઇન કોની છે તે અંગે કોઈ સમાચાર પ્રાપ્ત થયા ન હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી, પરંતુ આગના કારણે લાખો રૂપિયાનું નુક્શાન થયાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.