ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ

મંત્રીએ મલેશિયાના વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી


ગાંધીનગરઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકોને એક્સપ્લોર કરવા અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આમંત્રિત કરવા માટે મલેશિયાની 3 દિવસની મુલાકાતે હતા.

મુલાકાત દરમિયાન માનનીય મંત્રીએ મલેશિયા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગના નાયબમંત્રી એચ.ઇ. લિવ ચિન ટોંગ સાથે બેઠક કરી, જેમાં બંને દેશો વચ્ચે સહકારના સંભવિત ક્ષેત્રો વિશે વાત કરવામાં આવી. વધુમાં, તેમણે મલેશિયામાં ભારતીય હાઈ કમિશનર એચ.ઇ. બી.એન. રેડ્ડી સાથે મુલાકાત કરી. તેમણે કુઆલાલંપુર વિશેના તેમના અનુભવો શેર કર્યા. મુલાકાત દરમિયાન માનનીય મંત્રી બલવંતસિંહે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા વિશે ચર્ચા કરી અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

મંત્રી બલવંતસિંહે પામ ઓઈલ પ્લાન્ટેશન અને રિફાઈનિંગની સંસ્થાઓના વડાઓ અને વિવિધ કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન, તેમણે પામના વાવેતર અને સંશોધન અને વિકાસ માટે ગુજરાતમાં વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઈલ સેક્ટરની વિવિધ તકો પર ચર્ચા કરી હતી.

મુલાકાતના છેલ્લા દિવસે, મંત્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયાના પેનાંગમાં માઈક્રોનની વર્લ્ડ ક્લાસ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, માઈક્રોનની ટીમે ગુજરાતના સાણંદમાં ભારતની સૌપ્રથમ સેમિકન્ડક્ટર સુવિધાની વિગતો શેર કરી અને આ ક્ષેત્રની અદ્યતન ટેક્નોલોજીઓનું પ્રદર્શન કર્યું જે તેઓ ભારતમાં લોન્ચ કરવા ઈચ્છે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news