સુરતના સુંવાલીના દરિયાકિનારાને લોકો માટે ખુલ્લો મૂકવા માંગ, ક્લેક્ટરને આવેદન
કોરોના સમયમાં સોશિયલ ડિસ્ટસન્સ જળવાઈ રહે તે હેતુથી પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મૂકાયો હતો. જેથી પ્રવાસન સ્થળો પર કામ કરતાં લોકોની રોજગારીને અસર થઈ હતી. જો કે અનલોક બાદ પ્રવાસનના તમામ સ્થળો ખુલી ગયા છે ત્યારે સુંવાલીનો દરિયા કિનારો ખોલી આપવા માટે પણ સ્થાનિકો માંગ કરી રહ્યાં છે. ક્લેક્ટરને રજૂઆત કરીને સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું હતું. સુંવાલી પર આવેલા જુનાગામ (શિવરામપુર) ની હદમાં આવેલ સુવાલી દરિયાકિનારો પ્રવાસન પ્રવૃતિ માટે જાણીતો છે. દરિયાક્નિારે આવેલ જગ્યા પર ગામના લોકો પ્રવાસીઓ માટે સુવિધાઓ અને સેવાઓ આપે છે.
રોજીરોટી મેળવે છે, કોવિડ ૧૯ની પરિસ્થિતિને લીધે સરકારે દરિયાકિનારા પર પ્રવાસન પ્રવૃતિ બંધ કરેલ હતી. હાલમાં ભારત સરકારના જાહેરનામાં અને ગુજરાત સરકારના ર્નિણયો મુજબ જાહેર ખુલ્લી જગ્યાએ પ્રવાસન પ્રવૃતિ તેમજ લોકો ભેગા થવાની મંજૂરી આપવામાં આવેલ છે. જેથી આ જગ્યાએ કોઇ બંધ એવી જગ્યા નથી અને કોવિડની માર્ગદર્શિકાનો ભંગ થવાની શકયતા નથી કેમ કે, દરિયા કિનારે ખુલ્લું વાતાવરણ છે. અમારા ગામના લોકો દરિયાકિનારે આવેલ પ્રવાસીઓને સેવાઓ આપી રોજીરોટી મેળવી રહ્યા છે અને પ્રવાસીઓ પર પ્રતિબંધ હોવાથી લાંબા સમયથી તેમની આજીવિકા પ્રભાવિત થયેલ છે. ગામના લોકોની માંગ છે કે, અમારા ગામમાં આવેલ સુંવાલી દરિયાકિનારી ફરીથી પ્રવાસીઓ માટે ચાલુ કરવામાં આવે.
હાલમાં મુંબઈ અને ગોવા જેવા પ્રવાસી સ્થળો તેમજ ગુજરાતના અન્ય બીચ ચાલુ થયેલ છે. પરંતુ પોલીસ વિભાગ સુંવાલી દરિયાકિનારે પ્રવાસીઓ માટે માટે મંજૂરી આપતો નથી. સુરત શહેરના લોકો પણ કોવિડ પરિસ્થિતિને લીધે લાંબા સમયથી હરવા ફરવા જઇ શક્યા નથી અને લોકોની માનસિક સ્થિતિ જોતાં દરિયાકિનારે પ્રવાસન અને મનોરંજન પ્રવૃતિ જરૂરી છે. સ્થાનિક જુનાગામના લોકો માંગ કરી છે કે અમારી દરિયાકિનાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાટે જરૂરી સૂચના આદેશ પોલીસ વિભાગને કરવામાં આવે અને મંજૂરી આપવામાં આવે.