પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની લંડન પોલીસે અટકાયત કર્યાનો વિડીયો વાઈરલ

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની મંગળવારે લંડન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સેન્ટ્રલ લંડનમાં તેલ અને ગેસ કંપનીઓ સામેના વિરોધ પ્રદર્શનમાં જ્યારે ગ્રેટા સંબોધન કરી રહી હતી ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. ગ્રેટા થનબર્ગ ૨૦૧૮માં સ્વીડિશ સંસદની સામે વિરોધ પ્રદર્શન બાદ યુવા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ હતી. તો ગ્રેટાને આ વર્ષે સ્વીડન, નોર્વે અને જર્મનીમાં પણ પોલીસે અટકાયતમાં લીધી હતી અને વિરોધ પ્રદર્શનથી દૂર રાખવામાં આવી હતી..

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે, ગ્રેટા થનબર્ગ ‘ઓઇલી મની આઉટ’ લખેલા ટી-શર્ટ સાથે દેખાય છે. જ્યારે બે પોલીસ અધિકારીઓ ગ્રેટા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તે શાંતિથી ઉભી હતી. ત્યારે એક અધિકારીએ ગ્રેટાનો હાથ પકડીને લઈ જતો વીડિયોમાં જોવા મળે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, લંડનની મેટ્રોપોલિટન પોલીસે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

આ દરમિયાન પર્યાવરણીય ગ્રુપ ગ્રીનપીસે જણાવ્યું હતું કે અમારા બે કાર્યકર્તાઓએ મેફેરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલની સામે ધરણા કર્યા હતા અને અંદર યોજાયેલી ઓઇલ અને ગેસ નેતાઓની બેઠકના વિરોધમાં તેના પ્રવેશદ્વાર પર ‘મેક બિગ ઓઇલ પે’ લખેલું એક બેનર મૂક્યું હતું. વધુમાં ગ્રીનપીસે જણાવ્યું હતું કે મોટી સંખ્યમાં લોકો અહીં વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news